કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા સુજલકુમાર મયાત્રા

ભુજ-

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવાન વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા છે. 

૨૦૧૧ની બેચના કલેકટર સુજલકુમાર અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે. કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા છે તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ (NIPER) પંજાબથી એમ.ફાર્મ કરેલ છે.સુજલકુમાર મયાત્રાએ કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યકત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution