સેલ માં જવાનું માનૂનીઓ કેમ પસંદ કરે છે! જ્યાં દરેક ડિઝાઇનર વસ્તુઓ,અવનવી સ્ટાઈલ,નવા ટ્રેન્ડ પ્રમાણેની વસ્તુઓ એક જ સ્થળે જાેવા મળે છે. બીજા રાજ્યના અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ સ્ટોલમાં જાેવા મળે છે.
શ્રાવણના મહિના સાથે જ સેલની ઋતુ શરૂ થાય છે અને આ સાથે અનેક તહેવારો આવતા હોય છે. અને તહેવારોમાં સજવાધજવા માટે ખરિદી કરવા લોકો ઉમટી પડે છે આથી વેપારીઓ પણ સેલ અને મેલા યોજી કમાણી કરે છે. આ વર્ષે પણ શ્રાવણના સરવરિયા શરૂ થતા સાથે જ બજારોમાં સેલ અને મેલા શરૂ થઈ ગયા છે. ખાસ કરીને રક્ષાબંધન, જન્માષ્ટમી અને આગામી દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલ શરૂ થઈ ગયા છે.
સાવન મેલા
સાવન મેલા એ શ્રાવણ મહિનાની શરૂઆતને ઉજવવા માટેનું એક મહત્વપૂર્ણ આયોજન છે. આ મેલામાં લોકોએ વિવિધ વસ્તુઓ જેવી કે કપડાં, આભૂષણો, રમકડાં, ઘર સજાવટની ઉપયોગી વસ્તુઓ અને ભોજનપદાર્થનીખરીદી માટે વિશાળ બહોળું સ્થળ આપવામાં આવે છે. વિવિધ મેલાઓમાં સ્થાનિક અને પરંપરાગત વસ્તુઓ ખાસ આકર્ષણ બની રહે છે.
રાખી મેલા
રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને રાખી મેલા યોજાય છે. આ મેલામાં વિવિધ પ્રકારની રાખડીઓ, ભાઇ-બહેનના તહેવારની સ્મૃતિમાં સાક્ષી બની રહે છે. રાખી મેલામાં ખાસ કરીને કપડાં,ગિફ્ટ જે બહેન-ભાઇ વચ્ચેના પ્રેમ અને બંધનનું મહત્વ દર્શાવતું માહોલ હોય છે.
શોપિંગ ફેસ્ટિવલ
શ્રાવણ મહિના સાથે શોપિંગ ફેસ્ટિવલની પણ શરૂઆત થાય છે. આ ફેસ્ટિવલમાં વિવિધ ચીજવસ્તુઓ પર વિશાળ સેલ અને ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવે છે. લોકો આ અવસરે મોટી ખરીદીઓ માટે સજ્જ રહે છે. તેવા માર્કેટપ્લેસ, મોલ્સ અને ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર આ ફેસ્ટિવલ ખુબ જ લોકપ્રિય બને છે.
દિવાળી સુધીની તૈયારીઓ
શ્રાવણ મહિના દરમિયાન જ લોકો દિવાળી તહેવારની ખરીદીઓ માટે તૈયારીઓ શરૂ કરે છે. ઘરની સાફ-સફાઈ, નવા આભૂષણો, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, અને દિવાળીના ખાસ ડિઝાઇનર દીવાઓની, લાઇટિંગ, તેમજ ગિફ્ટ ખરીદી કરવામાં આવે છે. માર્કેટ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સે આ તહેવારને ધ્યાનમાં રાખીને વિશેષ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવાનું શરૂ કરી દીધું છે.
શ્રાવણ મહિના સાથે જ તહેવારોની ઉજવણીની સીઝન શરૂ થાય છે. આ સમયે લોકો તહેવારની ખરીદીઓ માટે ઉત્સાહિત રહે છે અને બજારોમાં વિશાળ ભીડ જાેવા મળે છે. સાવન મેલા, રાખી મેલા અને શોપિંગ ફેસ્ટિવલ જેવા આકર્ષક ઓફર નાં આયોજનોથી બજારો જીવંત બની રહે છે.