વડોદરા
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કામદાર વીમા યોજના ઈએસઆઇ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી મહિલા દર્દીને આશરે બે વર્ષથી ડાબા સ્તનમાં ગાંઠની બીમારી હતી. જે જે ગાંઠ ધીમે ધીમે વધીને મોટી થતા તડબૂચ કરતા મોટી સાઈઝની થઈ ગઈ હતી. જેથી મહિલા દર્દી સારવાર અર્થે ગોત્રી ખાતે આવેલ કામદાર વીમા યોજના ઈ એસ આઇ હોસ્પિટલ ખાતે આવી હતી. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબી ડોક્ટર ચિરાગ પંડ્યાએ આ મહિલાનો નિદાન હાથ ધર્યું હતું જેમાં સામાન્ય રીતે આવી મોટી ગાંઠ જવલ્લે જ જાેવા મળતી હોય, એ પ્રકારનો નિદાન આવ્યું હોસ્પિટલના તબીબ ડોક્ટર ચિરાગ પંડ્યા એ આમ મહિલાના તન ઉપર ઉપસી આવેલી જવલ્લે જાેવા મળતી ગાંઠના ઓપરેશન કરી કરવાની ચેલેન્જ ઉપાડી શસ્ત્ર ક્રિયાની તેમના ટીમ દ્વારા મહિલાની ઓપરેશન કરવાની તૈયારીઓ કરી હતી. તે બાદ આ મહિલા દર્દીના સ્તનની ગાંઠ નુ સફળ ઓપરેશન કરી મહિલા દર્દીને કાયમી ધોરણે ગાંઠના દર્દમાંથી મુક્તિ અપાવી હતી એટલું જ નહીં નવજીવન બક્ષ્યું હતું . હોસ્પિટલના સર્જન ડોક્ટર ચિરાગ પંડ્યા એ જણાવ્યું હતું કે આવી ગાંઠ દર એક લાખ કેસમાં એક વાર જાેવા મળે છે. આ ગાંઠ નું વજન અંદાજે આઠ કિલો જેટલો હોવાનું જણાવ્યું હતું અને આ ગાંઠ ની સફળ શાસ્ત્ર ક્રિયા કરવામાં આશરે ચાર કલાકના સમયગાળા દરમિયાન જટિલ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ડોક્ટર ચિરાગ પંડ્યા એ જણાવ્યું હતું કે આ પ્રકારની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે એ કદાચ કામદાર વીમા યોજના હોસ્પિટલમાં પ્રથમ વાર હોવાનું જણાવ્યું હતું.આ સર્જરી દરમ્યાન ઓપરેશન થિયેટર માં એનેસ્થેતિસ્ટ ડો વિજય નિનામા અને નર્સિંગ સ્ટાફની કામગીરી સરાહનીય રહી હતી.