બાંગાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસની કીટ વિતરણ કરવામાં આવ્યું


બોડેલી,તા.૨૬

બોડેલી તાલુકાના બાંગાપુરા પ્રાથમિક શાળામાં બોડેલી પી.એસ.આઇ દ્વારા શાળા પ્રવશોત્સવ કાર્યક્રમમાં આજે અભ્યાસની કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભુલકાઓને યોગ્ય શૈક્ષણિક સુવિધા મળી રહે ઉપરાંત વાલીગણમાં તેમના બાળકોના શિક્ષણ કેળવણી માટે જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી રાજય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અમલમાં મુકવામા આવ્યો છે ત્યારે આજે બોડેલી તાલુકા ની બાંગાપુરા પ્રાથમિક શાળામાં બોડેલી પી.એસ.આઇ પંડ્યા સાહેબની ઉપસ્થિતીમાં બાળકોને શાળા પ્રવેશ આપવામા આવ્યો હતો. બાંગાપુરા પ્રા. શાળા ખાતે આજથી શરૂ થતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી કંકુ તિલક કરી અભ્યાસની કીટ વિતરણ કરવામાં આવી તેમજ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution