રાજ્યના ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ૧૫ દિવસમાં પુનઃ પરીક્ષા લેવાશે

ગાંધીનગર,ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ૧૫ દિવસની અંદર પુનઃ પરીક્ષા આપી પાસ થઈને ઉપલા વર્ગમાં જઈ શકશે રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ૧૫ દિવસની અંદર પુનઃ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા નવા સત્રના ૧૫ દિવસની અંદર લેવામાં આવશે. આ પુનઃ પરીક્ષા માં પાસ થઈને વિદ્યાર્થી ઉપલા વર્ગ માં બઢતી મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ ધોરણ ૯ તથા ધોરણ ૧૧ માં નાપાસ થયેલા વિદ્યાર્થી પરિણામ આવ્યાના ૧૫ દિવસમાં જ પુનઃ પરીક્ષા આપી શકશે. આ પુનઃ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને જે તે વિદ્યાર્થી તેના પરીણામના આધારે વિદ્યાર્થી આગળના વર્ષમાં જઈ શકશે. એટલે કે, પરિણામના આધારે વિદ્યાર્થીઓને ઉપલા વર્ગ માં બઢતી મેળવી શકશે. શિક્ષણ વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયા આ ર્નિણયથી રાજ્યના સેંકડો વિદ્યાર્થીઓ ફાયદો થઈ શકશે અને તેઓ તેમનું ભવિષ્ય પણ સુધારી શકશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution