વોશિંગ્ટન-
અભ્યાસ કરવા માટે અમેરિકા જઇ રહેલા સ્ટુડન્ટ્સને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. અમેરિકાની ૪૦૦થી વધારે કૉલેજ અને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રસીકરણને લઇને નિયમ જાહેર કર્યા છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને ડબલ્યુએચઓ દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી વેક્સિનના ડોઝ લેવા જરૂરી કરવામાં આવ્યા છે. આ નિયમના કારણે ભારત અને રશિયાના વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા પેદા થઈ ગઈ છે, કેમકે ભારતમાં વિકસિત કરવામાં આવેલી કોવેક્સિન અને રશિયાના દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્પુતનિક-વીને ડબલ્યુએચઓએ અપ્રુવ કરી છે.
ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે આવામાં જે વિદ્યાર્થીઓએ કોવેક્સિન અથવા સ્પુતનિક-વીના ડોઝ લીધા છે, તેમણે અમેરિકા જવા માટે ફરીથી વેક્સિન કરાવવાનું રહેશે. રિપોર્ટમાં અમૃતસરની વિદ્યાર્થિની મિલોની દોષીના જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તેને ન્યુયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. કોવેક્સિન ડોઝ લેવાના કારણે તેને કેમ્પસમાં પહોંચ્યા બાદ ફરથી એ વેક્સિનમાંથી કોઈ એકના ડોઝ લેવા માટે કહેવામાં આવ્યું છે, જેને ડબલ્યુએચઓએ અપ્રુવ કરી છે. જાે કે એકવાર સંપૂર્ણ રસીકરણ કરાવ્યા બાદ શું ફરીવાર રસીકરણ કરાવવું યોગ્ય હશે કે કેમ? આને લઇને અત્યાર સુધી કોઈ નિષ્ણાતે જણાવ્યું નથી કે આ યોગ્ય હશે કે કેમ? મિલોની કહે છે કે, “હું બે અલગ-અલગ વેક્સિનને લઇને ચિંતિત છું.” નોંધનીય છે કે આ ચિંતા ફક્ત મિલોનીની નથી, પરંતુ એ હજારો ભારતીય વિદ્યાર્થીઓની છે, જે ભણવા માટે અમેરિકા જવાના છે. ડબલ્યુએચઓએ અત્યાર સુધી ૮ વેક્સિનને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે.