અમદાવાદઃ
ભારતીય શેર બજારની બુધવારે મજબૂતી સાથે શરૂઆત થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 52.78 પોઈન્ટ (0.11 ટકા)ના વધારા સાથે 49,254.17ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47.90 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 14,700ને પાર થઈ ગયો છે.
ભારતીય શેર બજારની બુધવારે મજબૂતાઈ સાથે શરૂઆત થઈ છે. આ સાથે જ બુધવારે સમગ્ર દિવસ દરમિયાન મેક્સ હેલ્થ, REL JIO-BHARTI AIRTEL, TATA STEEL LONG PRODUCTS, INOX LEISURE, AXIS BANKના શેર પર સૌની નજર રહેશે.
મંગળવારે ડાઉ જોન્સ 96.95 માઈનસ બંધ રહ્યો હતો. જોકે, ત્યારબાદ DOW FUTURES 32 પોઈન્ટ પ્લસ કોર થયો હતો, જેના પરિણામે ભારતીય શેર બજારનું સેન્ટિમેન્ટ સુધારા પર હતું. મંગળવારે DOW અને S&P 500 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો, પરંતુ બુધવારે DOW FUTURESમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયાઈ શેર બજારમાં બુધવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે SGX Nifty 6 પોઈન્ટ વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.04 ટકાના ઘટાડા સાથે 29,685ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.03 ટકા ઘટાડો જોવા મળ્યો છે.