મજબૂત તહેવારોની મોસમની માંગ, ગ્રામીણ પુનરુત્થાન અને વ્યાજ દરમાં ઘટાડો બજારોને ટેકો આપશે.


ભારતીય ઇક્વિટી માર્કેટમાં મજબૂત ગ્રોથ જળવાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં સેન્સેક્સ સરેરાશ ૧૧૦૦૦ પોઈન્ટ એટલે કે ૧૫% વધ્યો છે. કેપિટલ ગેઇન્સ ટેક્સમાં વધારાની ચિંતાઓ અને લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતી ન મેળવી શકવા છતાં માર્કેટે મજબૂતી જાળવી રાખી છે. ૪ જૂનના રોજ સેન્સેક્સ ૭૨૦૭૯.૦૫ પોઇન્ટથી વધીને અત્યારે ૮૩૦૭૯ પોઇન્ટ પહોંચ્યો છે. જ્યારે રોકાણકારોની મૂડી ૩૯૫.૩૧ લાખ કરોડથી વધીને અત્યારે ૪૭૦.૩૦ લાખ કરોડ પહોંચી છે આમ સરેરાશ ૭૫ લાખ કરોડની મૂડીમાં વધારો થયો છે. ગુજરાતનો સરેરાશ ૧૦ ટકા હિસ્સો ગણીએ તો મૂડીમાં ૭ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. માત્ર ઇક્વિટી જ નહિં પ્રાઇમરી માર્કેટમાં પણ ગુજરાતની કંપનીઓએ રોકાણકારોને સારુ રિટર્ન આપ્યું છે.

ઁસ્ મોદીના જન્મદિવસ સાથે સુસંગત ૧૦૦-દિવસની સફરમાં સ્મોલકેપ શેરોમાંથી અસાધારણ પ્રદર્શન જાેવા મળ્યું છે, જેમાં ઓછામાં ઓછા ૧૮ શેરોએ મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૯% વધ્યો છે. મહત્વની વાત એ છે કે ૈં્‌ અને હેલ્થકેર ઇન્ડેક્સ ટોચના સેક્ટોરલ ગેઇનર્સ તરીકે ઉભરી રહ્યા છે જેમાં પ્રત્યેકમાં ૨૨% રિટર્ન નોંધાયું છે.

પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૭% રિટર્ન સાથે કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ સેક્ટર મોખરે રહ્યો છે. તેનાથી વિપરીત મેટલ્સમાં ૩% થી વધુનો ઘટાડો થયો છે. ટોચના સ્મોલકેપ શેરોમાં રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ માત્ર ૧૦૦ દિવસમાં ૨૨૧%, પીસી જ્વેલર ૧૭૫%, બાલુ ફોર્જ ઈન્ડસ્ટ્રીઝ ૧૬૭%, ગ્રેવિટા ઈન્ડિયા ૧૩૧%, પીજી ઈલે. ૧૧૮%, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા ૧૧૪%, અને ન્યુલેન્ડ લેબોરેટરીઝ ૧૦૩% નો સમાવેશ થાય છે.

ઇક્વિટી કેપિટલ ગેઇન્સ પર ટેક્સમાં વધારો, સરકારી મૂડી ખર્ચમાં સંભવિત મંદી અને નીતિગત જાેખમો જેવા પરિબળો આ સાવચેતીભર્યા સેન્ટિમેન્ટમાં મજબૂત ફાળો આપ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝ આશાવાદી છે કે અમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં તેજીનો ટ્રેન્ડ દર્શાવીએ છીએ કારણ કે જીડીપી વૃદ્ધિને કારણે કોર્પોરેટ અર્નિંગ મજબૂત રહેશે. સ્થાનિક પ્રવાહ નજીકના ગાળામાં વધુ ટકાઉ સ્તરે નીચે જઈ શકે છે પરંતુ વિદેશી પ્રવાહમાં સંભવિત સુધારો થઈ શકે છે. જેફરીઝ વ્યાજદર ઘટાડા બાદ વિદેશી રોકાણમાં વધારો થશે જેનાથી લાર્જકેપ કંપનીઓમાં રોકાણને સપોર્ટ મળશે.

 નિફ્ટીને ૨૦.૨ટના પ્રાઇસ-ટુ-અર્નિંગ રેશિયો પર મૂલ્યાંકન કર્યું છે અને તે ૨૮,૫૬૪ના બુલ કેસ ટાર્ગેટ પર પહોંચ્યા છે. બ્રોકરેજ અપેક્ષા રાખે છે કે મજબૂત તહેવારોની મોસમની માંગ, ગ્રામીણ પુનરુત્થાન અને વ્યાજ દરમાં ઘટાડો બજારોને ટેકો આપશે. કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, બિલ્ડિંગ મટિરિયલ્સ, આઈટી, ફાર્મા અને ટેલિકોમ જેવા સેક્ટર પોઝિટીવ રહેશે. ભારતીય શેરમાર્કેટમાં સ્મોલકેપ અને મિડકેપના વેલ્યુએશન ઘણાં ઉંચા હોવા છતાં દૈનિક ધોરણે આ સેક્ટરમાં નવી ટોપ બની રહી છે. પ્રાઇમરી માર્કેટમાં પણ રોકાણકારો જંગી કમાણી કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution