શેરમાર્કેટમાં સટ્ટાખોરીને ડામવા માટે એક્સચેન્જ તથા સેબી દ્વારા આકરા પગલા



શેરમાર્કેટમાં થઇ રહેલી સટ્ટાખોરીને ડામવા માટે એક્સચેન્જ તથા સેબી દ્વારા આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ભારતીય શેરમાર્કેટમાં દૈનિક થઇ રહેલા કુલ વોલ્યુમમાં ૯૦ ટકાથી વધુ હિસ્સો ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડનો રહેલો છે. આને આ સેગમેન્ટમાં ૯૦ ટકાથી વધુ ટ્રેડરો નાણા ગુમાવે છે તેના અનુસંધાને સેબી અને એક્સચેન્જાે દ્વારા આકરા પગલા લેવામાં આવે તેવા સંકેતો છે. જાેકે, સટ્ટાખોરીને ડામવા માટે બજેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન પર આકરો ટેક્સ ( ૩૦ ટકા સુધી) લાગુ કરવામાં આવે તેવું અગ્રણીઓનું કહેવું છે. જાે આકરો ટેક્સ આવે તો સીધી અસર વોલ્યુમ પર પડી શકે અને શેરમાર્કેટમાં સરેરાશ ૫-૧૦ ટકા સુધીનું કરેક્શન આવી શકે તેમ માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે.બજેટ પૂર્વે શેરબજારમાં દરરોજ નવા-નવા નિયમો અને ફેરફારોની વાતો ચાલી રહી છે. એસએમઇ આઇપીઓ માટે મિનિમમ ટિકિટ સાઈઝ વધારવા ઉપરાંત ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગમાં પણ લોટ સાઈઝ વધશે તેવો અંદાજ છે. આ ઉપરાંત ટેક્સેશનમાં ફેરફાર આવશે તો તે પણ નેગેટિવ-પોઝિટિવ રિએક્શન આપશે. જાે ફ્યુચર એન્ડ ઓપ્શન માં ટેક્સ નિયમોમાં કડક વલણ અપનાવશે તો બજારમાં કડાકો બોલી શકે છે.ખાસ કરીને જ્યારે બજાર ટોચ ઉપર ચાલી રહ્યું છે ત્યારે ફ્યુચર એન્ડ ઓપ્શન કે જેમાં ખૂબ જ વધારે વોલ્યુમ થઈ રહ્યું છે ત્યારે આવા કોઈ પણ નેગેટિવ સમાચાર બજારમાં કરેક્શન માટે પૂરતા સાબિત થશે. સેબી એ ઘણી બધી વખત જાહેર કર્યું છે કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં નાના રોકાણકારો રૂપિયા ગુમાવી રહ્યા છે.ફ્યુચર ઓપ્શનમાં માત્ર ટેક્સ જ નહિં પરંતુ ફ્લેટ ટેક્સની પણ ચર્ચાએ જાેર પકડ્યું છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું કે ક્રિપ્ટો કરન્સી જેવા ટેક્સ ના નિયમો અમલી કરે તેવી સંભાવના છે. સરેરાશ દૈનિક ધોરણે કુલ ૩.૫૫ લાખ કરોડનું થઇ રહ્યું છે. જાે ફ્લેટ ટેક્સ ઉપરાંત આકરા ટેક્સ નિયમો આવે તો વોલ્યુમમાં જંગી ઘટાડો થઇ શકે છે.

કેરએજ રેટિંગ્સ અનુસાર કેન્દ્રીય બજેટ ગ્રામીણ અર્થવ્યવસ્થા, કલ્યાણ યોજનાઓ અને કૃષિ માટે ઉચ્ચ ફાળવણી થકી ઉપભોગને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકાર રૂ. ૧૧.૧ ટ્રિલિયન સાથે ્‌ષ ૨૦૨૫ માટે કેપેક્સ લક્ષ્ય જાળવી રાખશે. એકંદર જાહેર કેપેક્સ ૨૦૨૪માં ૧૫.૧ ટકા વધ્યું હતું. સરકાર રૂ. ૫૦૦ અબજની મૂડી પ્રાપ્તિઓના લક્ષ્યને વળગી રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution