આજથી રાજ્યના ૮૦૦૦ જૂનિયર તબીબોની હડતાળ

ગાંધીનગર:: રાજ્ય સરકાર દ્વારા જૂનિયર અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા છતાં રાજ્યના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. સરકાર દ્વારા કરાયેલો સ્ટાઈપેન્ડ વધારો ઓછો મળતા તબીબો સરકારથી નારાજ છે. પાંચ વર્ષે કરાયેલો સ્ટાઈપેન્ડ વધારો ૪૦%ના બદલે માત્ર ૨૦% થતા તબીબો નારાજ થયા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ સહિત રાજ્યના કુલ ૮ હજાર તબીબો આવતીકાલ સોમવારથી હડતાળ પર જશે. તબીબોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત કરી છતાં અમારી માંગ પૂરી ન થઈ. દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું, એમાં પણ ૨૦% ઓછું આપ્યું છે. જ્યાં સુધી અમારી માગ નહિ સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાળ રહેશે.જૂનિયર ડોક્ટર એસો.ના વાઈસ પ્રેસિડન્ટ શશાંક આસરાએ જણાવ્યું હતું કે, અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આવતીકાલ સોમવારથી અમે હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઇમરજન્સી સેવાથી અળગા રહીને અમારો વિરોધ વ્યક્ત કરીશું.શનિવારે સરકારે જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ બીજે મેડિકલ કોલેજ પરિસર ખાતે રેસિડેન્ટ અને જૂનિયર તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.તબીબોની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે ૯ જુલાઈના રોજ ૪૦ ટકા સ્ટાઈપેન્ડ આપવાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદ સરકારે માત્ર ૨૦ ટકા પગાર વધારો આપ્યો છે. બીજી તરફ વર્ષ ૨૦૨૧ બાદ વર્ષ ૨૦૨૪ માં રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો અને જે પરિપત્રમાં આગામી ૫ વર્ષ સુધી સ્ટાઈપેન્ડ વધારો નહિ કરવાના લેખિતમાં આદેશ કરાયા છે. વર્ષ ૨૦૨૪ માં મળેલા સ્ટાઈપેન્ડ બાદ વર્ષ ૨૦૨૯માં તબીબોને સ્ટાઈપેન્ડ મળશે. જે મામલે આવતીકાલથી સમગ્ર રાજ્યનાા ૪૦૦૦ રેસિડેન્ટ અને જૂનિયર ડોકટર અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે.સરકારે શનિવારે કરેલા સ્ટાઈપેન્ડ વધારામાં રાજ્યની છ સરકારી અને ૧૩ ય્સ્ઈઇજી કોલેજના ઈન્ટર્ન, અનુસ્નાતક અને રેસિડેન્ટ તબીબ આવરી લેવાયા હતા. નવા સ્ટાઈપેન્ડના દર અનુસાર મેડિકલ ઈન્ટર્નને ૨૧૮૪૦, ડેન્ટલમાં ૨૦૧૬૦, ફિઝિયોથેરાપીમાં ૧૩૪૪૦ સ્ટાઈપેન્ડ મળશે. ડિગ્રીના રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં ૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં ૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં ૧,૩૪,૪૦૦ સ્ટાઈપેન્ડ ચૂકવાશે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં ૭૫૬૦૦ અને બીજા વર્ષમાં ૮૨૩૨૦ સ્ટાઈપેન્ડ ચૂકવાશે. ય્સ્ઈઇજી મેડિકલ કોલેજના અનુ સ્નાતક જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબોમાં પ્રથમ વર્ષે ૧,૦૦,૮૦૦ બીજા વર્ષમાં ૧,૦૨,૪૮૦,ત્રીજા વર્ષે ૧,૦૫,૦૦૦ સ્ટાઈપેન્ડ મળનાર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution