પટના-
હવે બિહારમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક અને અપશબ્દો કાઢનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. સોશિયલ મીડિયામાં સાંસદ, એમએલએ અને અધિકારીઓ વિરુદ્ધ અપમાનજકન ભાષાનો પ્રયોગ કરનારાઓ સામે એક્શન લેવામાં આવશે. બિહાર પોલીસના આર્થિક ગુના વિભાગના એડીજીના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે.
એડીજીના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં નેતાઓ, સાંસદ, ધારાસભ્ય, સરકારી અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક અને અપશબ્દોનો ઉપયોગ કરવો ગુનો છે. જાે આવી વાત સામે આવે તો આર્થિક ગુના વિભાગ બિહાર, પટનાને તેની જાણકારી આપવામાં જેથી દોષિતો સામે કાર્યવાહી કરી શકાય.
હવે આ વાત સમાચાર સામે આવતાં જ બિહારમાં રાજનીતિ જાેવા મળી રહી છે. આરજેડીએ સરકાર પર સોશિયલ મીડિયાથી ડરવાનો આરોપ મૂક્યો છે. જ્યારે રાજદ નેતા તેજસ્વી યાદવે ટિ્વટ કરતાં નીતિશ કુમારને ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે, 60 કૌભાંડના નિર્માતા નીતિશ કુમાર ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ, ગુનેગારોના સંરક્ષણકર્તા, અમાન્ય સરકારના નબળા આગેવાન છે. સીએમને ચેતવણી આપું છું કે હવે આ આદેશ હેઠળ મારી ધરપકડ કરે.
જ્યારે જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે, લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરાય છે, અમારી સરકારે તેને રોકવા માટે પગલું ભર્યું છે. જ્યારે ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે, રાજકીય કારણોસર એક-બીજાનું ચરિત્ર હનન કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરાય છે. ભાજપે તમામ માટે સોશિયલ મીડિયા પર એક કાયદો બનાવવાની માગ કરી.