આજે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ઓપન થયા છે. સેન્સેક્સમાં ૪૨ જ્યારે નિફ્ટીમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. આઇટી સેક્ટરના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આજે એટલે કે ૧૮ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩,૦૩૭ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦ પોઈન્ટનો ઘટાડા સાથે ૨૫,૪૦૦ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ વધી રહ્યા છે અને ૧૬ ઘટી રહ્યા છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૩ વધી રહ્યા છે અને ૧૭ ઘટી રહ્યા છે. આઇટી સેક્ટરના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.
એશિયન માર્કેટમાં આજે મિશ્ર ટ્રેન્ડ જાેવા મળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૦.૭૧ ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૦.૦૨૧ ટકા ઉપર છે. હોંગકોંગનો હેંગસેંગ પણ ૧.૩૭ ટકા વધ્યો છે. ૧૭ સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જાેન્સ ૦.૦૩૮ ટકા ઘટીને ૪૧,૬૦૬ના સ્તરે બંધ થયો હતો. જ્યારે દ્ગટ્ઠજઙ્ઘટ્ઠૂ ૦.૨૦ ટકા વધીને ૧૭,૬૨૮ પર બંધ રહ્યો હતો. જીશ્ઁ૫૦૦ ૦.૦૨૬ ટકા વધીને ૫,૬૩૪ પર છે. દ્ગજીઈના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (હ્લૈંૈં)એ ૧૭ સપ્ટેમ્બરે રૂ. ૪૮૨.૬૯ કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (ડ્ઢૈંૈં)એ પણ રૂ. ૮૭૪.૧૫ કરોડના શેર ખરીદ્યા હતા. બજાર ખૂલતાંની સાથે શ્રીરામ ફાઇનાન્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એલટીઆઈએમ ઇન્ડટ્રી, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નોંધનીય છે કે, કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન સિગ્નલમાં બંધ થયો હતો. મ્જીઈ પર સેન્સેક્સ ૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩,૦૪૭.૦૮ પર બંધ રહ્યો હતો. જ્યારે દ્ગજીઈ પર નિફ્ટી ૦.૦૯ ટકાના વધારા સાથે ૨૫,૪૦૬.૯૦ પર બંધ થયો.
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ અને નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડના ૈંર્ઁં માટે બિડિંગનો આજે ત્રીજાે દિવસ છે. આર્કેડ ડેવલપર્સનો ૈંર્ઁં બે ટ્રેડિંગ દિવસોમાં કુલ ૧૭.૪૧ વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ ૨૧.૪૦ ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ઊૈંમ્) કેટેગરીમાં ૦.૪૭ ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (દ્ગૈંૈં) કેટેગરીમાં ૨૯.૯૯ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.