શેરબજારનો પરપોટો ફૂટવાની તૈયારીમાં ૧૯૨૯ કરતાં મોટી મંદી સંભવ : ક્યોસાકી


મુંબઈ:વિશ્વભરના બજારોમાં ભારે ઉતાર-ચઢાવ જાેવા મળતો રહે છે અને ભારતીય શેર બજાર પર દબાણ જાેવા મળી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર ભયાવહ મંદીનો પડછાયો જાેવા મળી રહ્યો છે, જેને લઈને દિવસેને દિવસે શેરબજારમાં રોકાણકારોની ચિંતાઓ સતત વધી રહી છે. આ બધી શેરબજારની ભયાવહ પરિસ્થિતિઓ વચ્ચે પ્રસિદ્ધ નાણાકીય ગુરુ અને રિચ ડૅડ પુઅર ડૅડના લેખક રૉબર્ટ ક્યોસાકીને એક હચમચાવી નાખનારી ભવિષ્યવાણી કરી છે.

કિયોસાકીનું કહેવું છે કે સમગ્ર વિશ્વભરના શેરબજારનો પરપોટો ફૂટવાની અણી ઉપર છે. જેને લઈને સમગ્ર વિશ્વને ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરવો પડશે. તેઓએ શેરબજારના રોકાણકારોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિશ્વના શેરબજારોમાં અકલ્પનિય ભારે મંદી જાેવા મળી શકે છે. જેને લઈને બજારમાં નાણાકીય કટોકટી વધુને વધુ ઘેરી બની શકે એમ છે. અર્થશાસ્ત્રીઓના માનવા મુજબ જાે વૈશ્વિક સ્તરે મુદ્રાસ્ફીતિ અને વ્યાજ દરમાં વધારો થતો રહેશે તો વિશ્વભરના શેરબજારોમાં સતત ઘટાડો જાેવા મળશે. જાે કે, કેટલાક વિશ્વલેષકો કહે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે અને સરકારની હકારાત્મક નીતિઓને કારણે ભારતનું શેરબજાર લાંબા સમય સુધી સ્થિર રહી શકે એમ છે.રોબર્ટ કિયોસાકીએ ચેતવણી ઉચ્ચારીને કહ્યું છે કે ૧૯૨૯ કરતાં પણ મોટી મંદી વિશ્વભરના શેરબજારોમાં આવી શકે એમ છે. તેઓએ પોતાના એક્સ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત નબળી અને ભારે ચિંતાજનક સ્થિતિમાં છે. તેમજ સંયુક્ત અને સબળ રાષ્ટ્ર અમેરિકા, જર્મની અને જાપાન જેવા મોટા દેશોમાં આર્થિક સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે. કિયોસાકીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે આ વખતની મંદી ૧૯૨૯ની મંદી કરતા પણ વધુ ઘેરી મંદી જાેવા મળશે. આવા સંજાેગોમાં તેઓએ રોકાણકારોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે તેઓએ તેમના પુસ્તક રિચ ડૈડ પ્રોફેસીમાં આ સંજાેગો પહેલાથી જ સંભવિત આર્થિક સંકટ વિશે ચેતવણી આપી દીધી હતી. તેમણે લખ્યું, શેરબજારનો પરપોટો ફૂટી રહ્યો છે અને આ ઇતિહાસની સૌથી મોટી મંદીની ઘટના હોઈ શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution