‘વિકાસનું સ્ટિયરિંગ સ્ત્રીઓના હાથમાં’

‘અરે, ધીમે,જાેજાે, સ્કૂટરવાળાને અડી ન જાય.’

‘સંભાળ... સામેથી બસ આવે છે...’

‘હોર્ન માર... જાે કેટલી સ્પીડ વધુ છે. ધીમે ચલાવ. ક્યાંક કોઈકને ઉડાવી દઇશ.’

‘જાે ખાડા છે, ધ્યાન રાખ.’

‘જલ્દી લઈ લે... સાઈડ બંધ થવામાં છે.’

ડ્રાઈવિંગ કરતી શ્રુતિને સતત ટોકતાં માનવને અટકાવીને પાછળ બેઠેલા જ્યોત્સનાબહેન બોલ્યાં, ‘આવાં ડાયલોગ વાહન ચલાવતી મોટાભાગની સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક સાંભળવા પડતાં હોય છે. એટલે શ્રુતિ અપસેટ ન થઈશ. ઉલ્ટાનું આપણાં સામર્થ્ય પર થતી શંકા નિંદાને પગથિયાં બનાવી કરી બતાવવાનું. આવી કોમેન્ટ્‌સથી આપણો આત્મવિશ્વાસ ડગવા દેવાનો નહીં.’

શહેરના હેવી ટ્રાફિકમાં કાર ચલાવતા શ્રુતિને પરસેવો વળી ગયો હતો. નાના શહેરમાંથી આવેલી વહુનો કોન્ફિડન્સ ડગતો જાેઈ પ્રશાંતભાઈ કહે, ‘બેટા, ખરેખર તો આવી કોમેન્ટ્‌સ કરી અમે પુરુષો સ્ત્રીઓનો આત્મવિશ્વાસ તોડી પોતાનો દબદબો રાખતા હોઈએ છીએ. બાકી ડ્રાઈવિંગ કરવામાં કોઈ જેન્ડર બાયસ હોય જ નહીં. ઉલ્ટાનું સ્ત્રીઓ વધુ સેઇફ ડ્રાઈવિંગ કરતી જાેવા મળશે. એટલે ચિંતા કર્યા વગર કોન્ફિડન્સથી ચલાવ.’

‘માનવ, તું એકવાર અમારી મદદ વગર રસોઈ કરી બતાવ. શ્રુતિ, ત્યારે આને બરાબરનો એની રીતે જ લેજે... મીઠું વધુ ન પડી જાય, લોટ ઢીલો ન થઈ જાય, જાેજે શાક ચોંટી ન જાય, દાળ ઉભરાઈ જશ, સંભાળ. પછી કેવો ચિડાય છે જાેઈએ.’ મમ્મીની વાત સંભાળી શ્રુતિએ જરા હળવાશ અનુભવી. હળવું સ્મિત આપ્યું. જ્યોત્સનાબહેને માનવને પૂછ્યું, ‘બેટા, મહિન્દ્રાની થાર જેનું તે બૂકિંગ કરાવેલ છે તેની ડિઝાઇન કોણે કરી છે ખ્યાલ છે? મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનાં ડિઝાઇન હેડ, એક સ્ત્રી છે. મિકેનિકલ એન્જિનિયર એવા રામકૃપા અનંતન વિશે વિગતે વાંચ જાે વૉટ્‌સઍપમાં લિન્ક મોકલી.’ માનવ હવે સમજી ગયો કે મમ્મી પપ્પાએ શ્રુતિનો આત્મવિશ્વાસ વધારવા એનો ક્લાસ લેવાનું શરૂ કર્યું છે.

‘મમ્મી, તમને ખબર છે એશિયાનાં પહેલા મહિલા બસ ડ્રાઇવર, કન્યાકુમારીનાં વસંતકુમારીનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે. તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ૩૦ માર્ચ, ૧૯૯૩નાં રોજ તેમની નિમણૂક બસ ડ્રાઈવર તરીકે થઈ હતી. શ્રુતિ, આપણાં જન્મ પહેલા! શ્રુતિ તને અમદાવાદ જેવાં શહેરમાં કાર ચલાવતા ટ્રાફિકમાં તકલીફ પડે છે. જ્યારે પુણે જેવાં મોટા શહેરમાં મધુ અને બીજી બે મહિલાઓ ૈંદ્ભઈછનાં વિશાળ કન્ટેનર ટ્રક ચલાવે છે. આ કન્ટેનર ટ્રક ૫૦ ફૂટ લાંબા હોય જે ચલાવવામાં પુરુષોને પણ પરસેવો વળે!’

‘મમ્મી – પપ્પા, હું કંપનીમાંથી ટ્રેનિંગ માટે દિલ્હી ગયેલી ત્યારે ત્યાં એરપોર્ટથી મને લેવા ઓફિસ તરફથી જે ટેક્સી આવેલી તેનાં ડ્રાઈવર તરીકે સ્ત્રીને જાેઈ ક્ષણિક મને આશ્ચર્ય થયેલું. કારણ અમારે ત્યાં નાના ગામમાં એ ચલણ નથી. પણ સાચું કહું અજાણ્યા શહેરમાં પહેલીવાર એકલી ગયેલી ત્યારે આમ મહિલા ડ્રાઈવર જાેઈ સલામતીનો અહેસાસ થયેલો.’ શ્રુતિની વાત સાંભળતા પ્રશાંતભાઈએ કહ્યું, ‘ટેક્સી, મોટી બસ, ટ્રક, રિક્ષા, એમ્બ્યુલન્સથી લઈને પાયલટ તરીકે હવે સ્ત્રીઓ ઘણી આગળ જાેવા મળી રહી છે. મોટા શહેરોમાં ટેક્સી અને રિક્ષા ચલાવતી મહિલાઓ જાેવા મળે એ સામાન્ય થતું જાય છે. છેલ્લા વર્ષોમાં કોર્પોરેશનની બસના ચાલક તરીકે દરેક સ્ટેટમાં મહિલાઓની ભરતી થઈ છે. અમદાવાદમાં ટેક્સી જ નહીં મ્ઇ્‌જી બસ ચલાવતા પણ મહિલા જાેવા મળે છે.’

‘પપ્પા, તમે મહિલા પાઈલટની વાત છેડી છે ત્યારે તમને ખબર છે ઇન્ડિયન એરફોર્સમાં હાલ ૧૦૩ મહિલા ફાઇટર પાયલોટ છે. ૨૦૧૬માં ભારતીય વાયુસેનામાં અવનિ ચતુર્વેદી, ભાવના કંથ અને મોહના સિંહે પ્રથમ મહિલા કોમ્બેટ પાઈલટ બનીને ઇતિહાસ રચ્યો. ૨૦૧૭માં ફ્લાઇટ લેફ્ટેનન્ટ શિવાંગી સિંઘ ૈંછહ્લ(ભારતીય વાયુસેના)નાં પહેલા રાફેલ ફાઇટર પાઇલટ બન્યાં. ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ કેમ ભૂલાય! ૈંછહ્લના હેલિકોપ્ટર પાઈલટ એવા ગુંજન સક્સેનાની આત્મકથા ‘ધ કારગિલ ગર્લ’ બૂક પરથી બનેલી ફિલ્મ જેમાં જાહ્નવી કપૂર ગુંજન સક્સેનાના લીડ રોલમાં હતી તે આપણે જાેઈ હતી, યાદ છે?’

જ્યોત્સનાબહેને કોલેજકાળની યાદ તાજી કરતાં કહ્યું, ‘એક સમયે હું ભણતી ત્યારે એક લેખ વાંચી મને પાઈલટ બનવાની ઈચ્છા થઈ ગયેલી. એ લેખ હતો વિમાન ઉડાડનારી પ્રથમ મહિલાઓમાંની એક સરલા ઠકરાલ વિશે. ૧૯૩૬માં ૨૧ વર્ષની વયે જિપ્સી મોથમાં એકલા ઉડાન ભરીને તેમણે ઉડ્ડયન પાઈલટનું લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું. તેમના પતિ પણ પાઈલટ હતા અને તેમનાથી પ્રેરાઇને તેઓ પાઈલટ બન્યા હતાં.’

ઘર આવતાં શ્રુતિએ હાશ કરી ઘરમાં પ્રવેશતા કહ્યું, ‘મમ્મી, કલ્પના ચાવલાથી પ્રેરાઈ મારે એરોસ્પેસ અંન્જીનિયરિંગ કરવું હતું. પણ હું સોફ્ટવૅર એન્જિનિયર બની ગઈ. જાેકે ઈસરો સાથે કામ કરવાનું સપનું તો છે જ. ઈસરોના દરેક પ્રોજેક્ટની વિગતો હું ઝીણવટથી સ્ટડી કરું છું. મંગળ મિશનમાં ૮ મહિલાઓની ભૂમિકા અગત્યની હતી. ચંદ્રયાન-૨ મિશન સાથે રીતુ કરીધલ અને એમ. વનિતા એ અગત્યની ભૂમિકા ભજવેલી. તો ચંદ્રયાન-૩ નાં એસોસિએટ ડિરેક્ટર કલ્પના કલાહસ્તી હતાં. માનવ, ઈસરોમાં લગભગ ૩૦% મહિલાઓ કામ કરે છે. અને મારે એમાંનાં એક થવું છે.’

‘તથાસ્તુ, વત્સ’ પ્રશાંતભાઈએ શ્રુતિના માથે હાથ મૂકતા કહ્યું, ‘સંસદમાં નારી શક્તિ વંદન બિલ પાસ થઈ ગયું છે. બદલાવનું બ્યૂગલ વાગી ચૂક્યું છે ત્યારે આશા રાખીએ કે ૨૦૨૯માં લોકસભા વિધાનસભામાં ૩૩% મહિલાઓ હશે. જયાં ઉચ્ચ પદ પર મહિલાઓ આગળ આવશે ત્યાં વિકાસનાં નવા રસ્તાઓ ખુલશે.’

કોઈપણ ક્ષેત્ર હોય હવે જેન્ડર બાયસ નહીં રહે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાનું આગવું સ્થાન ઊભું કરતી જાેવા મળી રહી છે. તાજેતરમાં પિસ્ટલ ક્વીન – મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. બદલાવની શરૂઆત ક્યારની થઈ ચૂકી છે, થોડા આપણે બદલીએ. સ્ત્રીઓને આગળ આવવા પ્રોત્સાહિત કરીએ અને વિકાસની સીમાઓ વિસ્તારીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution