વડોદરા : કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા અભ્યાસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એવામાં માર્ચ-એપ્રિલ સુધીમાં અભ્યાસક્રમ પૂરો થાય તેવી નહિવત શક્યતાઓને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે મુજબ નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૯થી ૧૨માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનો ૩૦% અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે. ઘટાડો કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શિક્ષણ પ્રધાન અને શિક્ષણવિદો તથા અધિકારીઓની હાજરીમાં ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે બેઠકો મળી હતી. જેમાં આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનસિક તણાવ વચ્ચે અભ્યાસ કરી શકે અને પરીક્ષા આપી શકે તે માટે ધોરણ ૯થી ૧૨માં ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાત મુજબ, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. ૯ અને ધો. ૧૧ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૧મેથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા તાજેતરમાં જ તમામ ખાનગી શાળાઓની ફી માં ૨૫% ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાતમાં ઘણીબધી છુપી શરતો હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે, સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતમાં પણ છુપી શરતો હોવાનું અનુમાન વાલીઓ અનુમાન લગાવી રહ્યા છે.
બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં
કોરોના વાયરસ મહામારીના કારણે લાંબા સમયથી બંધ શાળાઓને સમયબદ્ધ રીતે શરુ કરવા માટે વિચારણા ચાલી રહી છે. તેના માટે શિક્ષણ મંત્રાલયે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છેકે સ્વાસ્થ્ય, સાફ-સફાઇ, સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરતા ભણતર સુનિશ્ચિત કરવા માટે એસઓપી તૈયાર કરો. ર્જીંઁ પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે.