ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે ઓનલાઈન ઉપર એટલે કે બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)નું ૭૨.૨ ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યનું સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું ૪૦.૧૯ ટકા જાહેર થયું છે તો રાજ્યનું સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું ૮૫.૭૮ ટકા પરિણામ આવ્યું છે. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં છ ગ્રૂપનું ૭૮.૪૦ અને મ્ ગ્રૂપનું ૬૮.૫૮ ટકા અને છમ્ ગ્રૂપનું ૭૮.૩૮ ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી ૧ લાખ ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજે સવારે ૧૦ વાગે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી ૯૫,૯૮૨ રેગ્યુલર તેમજ ૧૧,૯૮૪ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાંથી ૭૨.૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામમાં જિલ્લાની દ્રષ્ટ્રીએ રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લામાં ૪૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે. જયરે કેન્દ્રની દ્રષ્ટ્રીએ જાેઈએ તો સૌથી વધુ પરિણામ અમરેલીના લાઠી કેન્દ્રનું ૯૬.૧૨ ટકા આવ્યું છે . જયારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું ૩૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે. જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડની દ્રષ્ટીએ જાેઈએ છ-૧ ગ્રેડમાં ૧૯૬ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. તો છ-૨ ગ્રેડમાં ૩૩૦૬ વિધાર્થીઓ પાસ થયાં છે. માધ્યમની દ્રષ્ટીએ જાેઈએ તો અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૨.૫૭ ટકા થયું છે. જેની સામે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૦૪ ટકા આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) બાદ ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ગુજકેટ ૨૦૨૨ ની પરીક્ષા સાયન્સના છ, મ્ અને છમ્ ગ્રૂપના વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છ ગ્રૂપનું ૭૮.૪૦ અને મ્ ગ્રૂપનું ૬૮.૫૮ ટકા અને છમ્ ગ્રૂપનું ૭૮.૩૮ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે ૯૭ રેન્કમાં આવેલી અમદાવાદની ખુશી વાઘેલાએ કહ્યું હતુંકે તેમને આ પરિણામથી ખૂબ જ ખુશી છે પરંતુ જાે રેન્ક વધુ આવી હોત તો સારો અહેસાસ થાત. તેની સફળતા પાછળ તેમના શિક્ષકે કરેલી મહેનત પણ એટલીજ હતી તને કારણે મને આ સફળતા મળી હોવાની વાત ખુશીએ કરી હતી. તેણે કહ્યું હતુંકે હવે એમબીબીએસના ક્ષેત્રમાં તે આગળ વધવા માંગે છે અને જાેકે તેણે એમ પણ કહ્યુ હતું કે જાે ડોક્ટર નથઇ શકાય તો હુ અન્ય ક્ષેત્ર પણ પસંદ કરવાનો મારે માટે વિકલ્પ ખુલ્લો છે. તેના પરિણામથી તે અને તેનો પરિવાર અત્યંત ખુશ હોવાનું પણ તેણે કહ્યું હતું . અત્યંત ભાવવાહી શબ્દોમાં ખુશીએ જણાવ્યું હતું કે તેને અંદરથી એટલો અનંદ છે કે તે સમાતો નથી અને તે વ્યક્ત પણ કરી શકતી નથી. તેને ઉજ્જવળ ભવિષ્યની આશા છે.
ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે ૯૭ રેન્કમાં આવેલી અમદાવાદની ખુશી વાઘેલાએ કહ્યું હતુંકે તેમને આ પરિણામથી ખૂબ જ ખુશી છે પરંતુ જાે રેન્ક વધુ આવી હોત તો સારો અહેસાસ થાત. તેની સફળતા પાછળ તેમના શિક્ષકે કરેલી મહેનત પણ એટલીજ હતી તને કારણે મને આ સફળતા મળી હોવાની વાત ખુશીએ કરી હતી. તેણે કહ્યું હતુંકે હવે એમબીબીએસના ક્ષેત્રમાં તે આગળ વધવા માંગે છે અને જાેકે તેણે એમ પણ કહ્યુ હતું કે જાે ડોક્ટર નથઇ શકાય તો હુ અન્ય ક્ષેત્ર પણ પસંદ કરવાનો મારે માટે વિકલ્પ ખુલ્લો છે. તેના પરિણામથી તે અને તેનો પરિવાર અત્યંત ખુશ હોવાનું પણ તેણે કહ્યું હતું . અત્યંત ભાવવાહી શબ્દોમાં ખુશીએ જણાવ્યું હતું કે તેને અંદરથી એટલો અનંદ છે કે તે સમાતો નથી અને તે વ્યક્ત પણ કરી શકતી નથી. તેને ઉજ્જવળ ભવિષ્યની આશા છે.
અમદાવાદની ગ્રામીણ સ્કૂલોએ પરિણામમાં મેદાન માર્યુ શહેરની સરખામણીમાં પાંચ ટકા પરિણામ વધુ આવ્યું
અમદાવાદ આજે ધોરણ ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારનું ૭૦.૮૦ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે રૂરલનું ૭૫.૩૮ ટકા પરિણામ આવ્યું છે. જેથી શહેરની સરખામણીમાં ગ્રામિણ સ્કૂલોના વિદ્યાર્થીઓએ વધુ પરિણામ મેળવ્યું છે.ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છ૧ ગ્રેડ મેળવવામાં અમદાવાદ શહેર કરતા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. રૂરલ વિસ્તારની સ્કૂલોમાંથી ૧૫ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે શહેરી વિસ્તારની સ્કૂલોમાંથી માત્ર ૫ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ મળ્યો છે. જ્યારે છ૨ ગ્રેડમાં શહેરી વિસ્તારના ૧૯૯ અને રૂરલ વિસ્તારના ૧૫૬ વિદ્યાર્થીઓ છે.અમદાવાદ શહેરી અને રૂરલ બંને વિસ્તારમાં ધોળકા સેન્ટરનું સૌથી વધુ ૮૪.૪૧ ટકા પરિણામ આવ્યું છે. શહેરી વિસ્તારના સેન્ટરની વાત કરીએ તો નવા નરોડા સેન્ટરની સ્કૂલોનું સૌથી વધુ ૭૯.૭૬ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું બાપુનગર સેન્ટરનું ૫૯.૪૯ ટકા પરિણામ આવ્યું છે. ઉપરાંત નારણપુરા સેન્ટરનું ૭૯.૬૧ ટકા, એલિસબ્રિજ સેન્ટરનું ૭૮.૪૫ ટકા પરિણામ આવ્યું છે. શહેર અને જિલ્લામાંથી કુલ ૧૧,૮૯૫ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પરિણામ આવવાની રાહ જાેઇ રહ્યા હતા.