કચ્છ-
કચ્છના ફાર્મ હાઉસમાં ધમધમતા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા હતા જેમાં ૫૭ લાખના મુદ્દામાલ સાથે પોલીસ ૧૬ લોકોને ઝડપી પાડ્યા છે. રતનાલ નજીક ચુબડક-ગંઢેર પાસે વાડીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારધામ પર દરોડો પાડયો તેના ઘેરા પડઘા પડયા છે.રાજ્યમાં દારૂબંધી અને જુગાર રમવા પર પ્રતિબંધ હોવા છતા ધમધમતા જુગારધાને લઈ સ્ટેટ વિજિલન્સ દ્વારા પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે પદ્ધર પોલીસ મથકના પીએસઆઈ અને બીટ જમાદારને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પદ્ધર પોલીસ મથકના પીએસઆઇ એસ. આર. જાડેજા અને કોટડા બીટના જમાદાર કુલદીપસિંહ વિક્રમસિંહ જાડેજાને બેદરકારી બદલ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘે સમર્થન વાતને આપ્યું છે.જાે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની હજુ સુધી કોઇની સંડોવણી બહાર આવી નથી. જુગારધામ ચાલતું હોવાના લઈ બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ જુગાર કલબના દરોડાની કામગીરી મોડી રાત સુધી ચલાી હતી.
દર વર્ષે શ્રાવણ માસની શરૂઆતથી જ ચુબડકની સીમમાં ફાર્મ હાઉસ પર જુગારનો અડો ચાલતો હોય છે અને ફાર્મ પર કયારે જુગારની રેડ ન પાડવામાં આવતી નથી તેવો દાવો પણ કરવામાં આવતા હોય છે ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે રવિવાર દરોડો પાડી ૫૭.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ૧૬ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સની મોટી કાર્યવાહી બાદ સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે.