અમદાવાદ-
રાજય સરકારની હાઇકોર્ટમાં કબુલાત કરી છે કે પેકેજડ ફૂડ આઇટમ્સના ટેસ્ટિંગ બાબતે સરકાર પાસે લેબોરેટરી નથી. પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નહિ આવી કબુલાત રાજય સરકારે કોર્ટ સમક્ષ કરી છે. પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા નહિ હોવાનું સરકારે કહ્યું છે. રાજ્ય સરકારે આ તમામ કબૂલાત હાઇકોર્ટમાં કરી છે. આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા સરકાર પાસે નથી. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, ગ્રીન ડોટ ધરાવતા પેકેજ્ડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે નહીં એ જાણવાનો લોકોને અધિકાર છે. હાઈકોર્ટમાં પેકેજડ ફૂડ આઈટમ્સમાં ઉમેરવામાં આવતાં ઘટકોના ટેસ્ટિંગની સુવિદ્યા સરકાર પાસે છે કે, નહીં જે અંગેની અરજીનું તાજેતરમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કબુલાત કરી હતી કે, રાજ્યમાં પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા તેમજ પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નથી તેવો ચોંકાવનારો ખુલાસો હાઈકોર્ટે સમક્ષ કર્યો હતો.