વડોદરા કોર્પોરેશન દ્વારા મોટાઉપાડે જાહેરાતો, લોકાર્પણ કરવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિક કેટલો સમય ચાલશે કે શહેર માટે યોગ્ય છે કે કેમ? તે જાેવાની કોઈ તસ્દી લેવાતી નથી. શહેરમાં ફરી ડબલ ડેક્કર બસ સર્વિસ શરૂ કરવા માટે વિનાયક બસ સર્વિસ દ્વારા અંદાજે ૬ વર્ષ પૂર્વે બે ડબલ ડેક્કર બસ લાવવામાં આવી હતી, પરંતુ તે શહેરમાં કોઈપણ રૂટ પર દોડાવવી શક્ય ન હોવાથી વર્કશોપમાં જ ધૂળ ખાતી પડી રહી છે!