ગીર સોમનાથ-
આજથી હિંદુઓનાં પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં મહાદેવનાં દર્શાનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કેે, બાર જ્યોતિર્લિંગ પૈકીનાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ જયોતિર્લિંગનાં દર્શનાર્થે આજે સવારતી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહી ભક્તો વિવિધ સ્લોટમાં દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામા આવી છે. હાલમાં કોરોનાવાયરસ મહામારીનાં કહેરનાં કારણે ભક્તોએ કોવિડનાં નિયમોનું પાલન કરવુ પડશે. તમામ ભક્તોએે અહી માસ્ક પહેરવુ જરૂરી છે. આજથી પ્રારંભ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે બીલેશ્વર મહાદેવ ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. અહી શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ દર્શન માટેે આવી ગયા છે. જો કે અહી કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને માસ્ક પહેરવુ ફરજીયાત કહેવામાં આવ્યુ છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્વેે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા.