શ્રીજા અકુલાએ સિંગાપોરની ઝેંગ જિયાનને હરાવીને મનિકા બત્રાની બરાબરી કરી


 પેરિસ:ભારતની ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલાએ સિંગાપોરની ઝેંગ જિયાનને ૪-૨થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે અકુલાએ પોતાના દેશબંધુ ખેલાડીની સિદ્ધિની બરાબરી કરી લીધી છે. વાસ્તવમાં, મનિકા બત્રા ટેબલ ટેનિસની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. હવે શ્રીજા અકુલા રાઉન્ડ ઓફ ૧૬ એટલે કે પ્રી-કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને ટેબલ ટેનિસની પ્રી-કાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી ભારતની બીજી મહિલા ખેલાડી બની છે. આ મેચનો પહેલો સેટ જિયાને જીત્યો હતો, ત્યારબાદ શ્રીજાએ બીજાે (૧૨-૧૦), ત્રીજાે (૧૧-૪) અને ચોથો સેટ (૧૧-૫) જીત્યો હતો. પાંચમા સેટમાં જિયાને ફરી વળતો પ્રહાર કર્યો અને સેટ ૧૦-૧૨થી જીતી લીધો. આ પછી અકુલાએ છઠ્ઠો સેટ ૧૨-૧૦થી જીતીને જાેરદાર વાપસી કરી અને મેચ ૪-૨થી જીતી લીધી. આ સાથે, તેણે રાઉન્ડ ઓફ ૩૨માં તેના શાનદાર પ્રદર્શનથી પ્રી-કાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં શ્રીજા અકુલાને તેના પ્રતિસ્પર્ધી ઝેંગ જિયાન તરફથી પણ સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution