દરેક પ્રસંગમાં ગ્રીન કલરનો વૈભવ....

ગ્રીન રંગ, જે પ્રકૃતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે, સ્ત્રીઓના ડ્રેસિંગમાં વિશિષ્ટ સૌંદર્ય અને વૈભવ લાવે છે. આ રંગના ડ્રેસ અને જ્વેલરીનું સંયોજન એક એવું લુક આપી શકે છે જે એક સાથે શાંતિપૂર્ણ અને શક્તિશાળી લાગે છે.આ રંગ મન અને આત્માને સાંત્વના આપે છે અને જીવનમાં બેલેન્સ લાવવાનું કામ કરે છે.

હિન્દુ પરિવારોમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો દરમિયાન લીલો રંગ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને, લગ્ન દરમિયાન કન્યાદાન વખતે લીલા કપડાં અને ચૂડીઓ પહેરવી શુભ માની છે.આ રંગ જીવનની તાજગી અને નવા પ્રારંભનું પ્રતિક છે. તેની સાથે જાેડાયેલી સમૃદ્ધિ અને શાંતિની ભાવના હિન્દૂ ધર્મના ઘણા પવિત્ર પર્વોમાં જાેવા મળે છે.

એવું પણ કહેવાય છે કે લીલો રંગ ખાસ કરીને માતા પાર્વતી અને ભગવાન કાર્તિકેય (સૂબ્રમણ્ય) સાથે જાેડાયેલ છે. માતા પાર્વતીને લીલા વસ્ત્રોનો શોખ છે, અને તેમના ભક્તો ઘણીવાર તેમનાથી આશીર્વાદ મેળવવા માટે લીલા કપડાં પહેરે છે.

ટ્રેડિશનલ ડ્રેસિંગઃ

સાડીઓઃ ગ્રીન સાડીઓ ખાસ કરીને કાંજીવરમ બનારસી, બાંધણી, પૈઠણી પ્રકારમાં ખૂબ જ વૈભવી લાગે છે. આ સાડીઓ પર સોનેરી ઝરીની કારીગરી તેને વધુ શાહી અને રોયલ લુક આપે છે.

-લેહંગાઃ ગ્રીન લેહંગા સાથે લહેરાતું દુપટ્ટો અને જરદોશી કરેલ ડિઝાઇનર બ્લાઉઝ દરેક પ્રસંગે અલગ જ આભા લાવે છે.તેમજ આકર્ષક એમ્બ્રોઇડરી અને મિરર વર્ક તેને વધુ આકર્ષક બનાવે છે.

- અનારકલી અને સલવાર કમીજમાં ગ્રીન કલરમાં તમારો લુક આરામદાયક અને ઔજસ્વી લાગે છે. આ પોશાકોમાં ચંદેરી અથવા સિલ્ક જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

વેસ્ટર્ન ડ્રેસિંગ માં ગાઉન્સ ડાર્ક ગ્રીન શીફોન અથવા સાટીનના ગાઉન્સ સાથે સિલ્વર અથવા ગોલ્ડ એકસેસરીઝ પહેરવાથી એક ગ્લેમરસ અને ગ્રેસફુલ લુક મળે છે.

- કોકટેલ ડ્રેસ ગ્રીન કલર કે જે સિક્વન્સ અથવા બીડ વર્કથી સજાયેલા હોય, તેઓ પાર્ટીઓ માટે શ્રેષ્ઠ પસંદગી છે.

- લાઈટ ગ્રીન મિડી અને મિની ડ્રેસ દૈનિક પહેરવામાં તાજગી અને આકર્ષણ ઉમેરે છે.

ગ્રીન જ્વેલરીનો વૈભવ

 ઇમેરલ્ડ જ્વેલરીઃ

-ગ્રીન ઇમેરલ્ડના નેકલેસને સોનું અથવા સિલ્વર મેટલમાં સજાવીને એક વૈભવી લુક મળે છે. આ નેકલેસને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને પ્રકારના ડ્રેસ સાથે પહેરવામાં આવે છે.

- ઈમેરલ્ડ ઈયરરિંગ્સ મોટા ગ્રીન સ્ટોન્સ સાથેના ઈયરરિંગ્સ ખૂબ જ આકર્ષક અને બ્રાઈટ લુક આપે છે.

- ઈમેરલ્ડ રિંગ્સ અને બેંગલ્સ ગ્રીન ઇમેરલ્ડ સાથેના રિંગ્સ અને બેંગલ્સ, જ્યારે સાડી અથવા ગાઉન સાથે મેળવવામાં આવે છે, ત્યારે તેના લુકમાં એક વિશિષ્ટતા લાવે છે.

 કંટેમ્પરી જ્વેલરીઃ

-બીડેડ જ્વેલરીઃ ગ્રીન બીડ્‌સ સાથેના નેકલેસ અને બ્રેસલેટ રોજિંદા વસ્ત્રો માટે આકર્ષક અને અનુકૂળ છે.

- ઓક્સિડાઈઝ્‌ડ જ્વેલરીઃગ્રીન સ્ટોન્સ સાથેની ઓક્સિડાઈઝ્‌ડ ઈયરરિંગ્સ અને ઝુમકા ટ્રેડિશનલ ડ્રેસ સાથે રોયલ લુક આપે છે.

-મિનિમલિસ્ટ જ્વેલરીઃગ્રીન મિનિમલિસ્ટ પેન્ડેન્ટ અને સ્ટડ્‌સ હળવા અને સાદા લુક માટે શ્રેષ્ઠ છે, જે તમારા લુકને બેલેન્સ કરે છે.

 એકસેસરીઝ અને સ્ટાઈલ

એક્સેસરીઝઃગ્રીન કલરના ડ્રેસને પુરક એવા સ્ટાઈલિશ બેગ્સ અને હેન્ડબેગ્સ, સ્ટોલ તમારા લુકને વધુ પૂરક બનાવે છે.

હેરસ્ટાઈલઃગ્રીન ડ્રેસ સાથે સાદી સીધી કરેલ હેરસ્ટાઈલ અથવા સોફ્ટ કર્લ્સ લુકને સંપૂર્ણ બનાવે છે.

પ્રસંગો માટે યોગ્યતા

લગ્ન અને ફંકશન ઃગ્રીન ડ્રેસ અને જ્વેલરી લગ્ન પ્રસંગો અને ગ્રાન્ડ ફંકશન માટે શ્રેષ્ઠ છે.દરેક ફેસ્ટિવલમાં ગ્રીન ટ્રેડિશનલ ડ્રેસ પતંગોત્સવ, નવરાત્રિ અને દિવાળીના મેળાવડા માટે સુંદર લાગે છે.

- કોકટેલ પાર્ટીઓ,ગ્રીન કોકટેલ ડ્રેસ અને મેચિંગ જ્વેલરી કોકટેલ અને રીસેપ્શન પાર્ટીઓ માટે એકદમ ફેબ્યુલસ લાગે છે.

ગ્રીન કલરના ડ્રેસ અને જ્વેલરીનો કોમ્બિનેશન, જ્યારે યોગ્ય રીતે મેળવો, ત્યારે તે દરેક પ્રસંગે તમારા લુકને વૈભવી અને મોહક બનાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution