લોકસત્તા ડેસ્ક
પાલકમાં વિટામિન,કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ તૈયાર કરેલી શાકભાજી, રાયતા, જ્યુસ અથવા સ્મૂધિ લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ તૈયાર કરેલ જ્યુસ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. તો,આજે અમે તમને ઇમ્યુન બુસ્ટર પાલક જ્યુસ બનાવવાની રેસીપી જણાવીશું ...
સામગ્રી
પાલક - 1 કપ
કાકડી - ½
ફુદીનાનાં પાંદડા - 4-5
દહીં - 1/2 બાઉલ
મીઠું - એક ચપટી
લીંબુનો રસ - 1/2 ટીસ્પૂન
જીરું પાવડર - 1/2 ટીસ્પૂન
આઇસ ક્યુબ્સ – જરૂરીયાત મુજબ
પદ્ધતિ
૧.પ્રથમ પાલક ધોવો.
2. કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી લો.
3.હવે બધા ઘટકોને મિક્સ કરી પીસી લો.
4. તમારુ પાલક જ્યુસ તૈયાર છે
5. તેને ગ્લાસમાં ભરી બરફ ઉમેરીને પીરસો.