પ્રાઇમ ટેબલ ટેનિસ સિઝન ૨ નું સ્પિન એક્સ્ટ્રીમે ટાઇટલ જીત્યું

નવી દિલ્હી, તા.૩

સ્પિનએક્સ્ટ્રીમએ પ્રાઇમ ટેબલ ટેનિસ સીઝન ૨નું ટાઇટલ જીત્યું છે. ફાઇનલ મેચમાં, સ્પિનએક્સ્ટ્રીમ ક્લિપર્સ પર ૬-૫થી જીતી હતી. મહારાષ્ટ્રના પાલવા શહેરમાં ઓલિમ્પિક સ્પોટ્‌ર્સ સેન્ટર ખાતે ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૮ ટીમોના ટોપ ૫૬ ખેલાડીઓની ગજબની કુશળતા જાેવા મળી હતી.પ્રાઇમ ટેબલ ટેનિસના ઝ્રઈર્ં અભિષેક જૈને સ્પિનએક્સ્ટ્રીમને તેની અદ્ભુત જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લીગની સફળતા અને સામેલ દરેકના ટીમવર્ક અને જુસ્સાની પ્રશંસા કરી. સ્પિનએક્સ્ટ્રીમ ના સિદ્ધેશ પાંડેએ પણ ટીમના સામૂહિક પ્રયાસને ઉજાગર કરતી વખતે તેમના સતત સમર્થન માટે તમામ કોચ અને સન્માનનો આભાર માન્યો હતો.સિદ્ધેશ પાંડેએ કહ્યું, ‘ચેમ્પિયન બનવું એ પોતાનામાં જ મોટી વાત છે, ખાસ કરીને આવી કઠિન સ્પર્ધામાં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન જાેવા મળ્યું હતું. ટીમનો સામૂહિક પ્રયાસ પ્રશંસનીય હતો અને આ સમર્થનથી જ અમને જીતવામાં ખરેખર મદદ મળી. હું આ લીગ દરમિયાન સતત સમર્થન આપવા માટે તમામ કોચ અને ટીમ માલિકોનો આભાર માનું છું.ચેમ્પિયનશિપ મેચની પ્રથમ રમત મિક્સ ડબલ્સની હતી, જેમાં સ્પિનએક્સ્ટ્રીમના સિદ્ધેશ-માનસીએ ક્લિપર્સની ઝુબિન અને શ્રુતિની જાેડીને હરાવ્યા હતા. ક્લિપર્સના પાર્થ મગરે ઈશાન ખાંડેકરને સાંકડા માર્જિનથી હરાવ્યો, જ્યારે સ્પિનએક્સ્ટ્રીમની નૈશા રેવાસ્કરે રિતિકા મધુર પર જીત મેળવી, સિંગલ્સમાં સખત સ્પર્ધા જાેવા મળી. જેના કારણે સ્પિનએક્સ્ટ્રીમ ટીમ ૨-૧થી આગળ રહી હતી.ટીમ ક્લીપર્સે જાેરદાર પુનરાગમન કર્યું અને સિદ્ધાંત દેશપાંડેએ શર્વેયા સામંતને હરાવી સ્કોર ૨-૨થી બરાબર કર્યો. ત્યારબાદ રાધિકા સકપાલે સના ડિસોઝાને હરાવી ક્લિપર્સને ૩-૨ની લીડ અપાવી હતી. આ પછી, ગોલ્ડન સિંગલ્સમાં, સ્પિનએક્સ્ટ્રીમએ ૨-૧થી જીત મેળવી અને સ્કોર ૪-૪થી બરાબર કર્યો. ત્યાર બાદ ગેમ-૫માં સિદ્ધેશ પાંડેએ ઝુબિન તારાપોરવાલાને હરાવીને સ્પિનએક્સટ્રીમને ૫-૪ની મામૂલી લીડ અપાવી હતી.ટીમ ક્લિપર્સની શ્રુતિ અમૃતેએ તેની ધીરજ જાળવી રાખી અને માનસી ચિપલુંકરને હરાવી સ્કોર ૫-૫થી બરાબર કરી દીધો. ત્યારબાદ ર્નિણાયક રમતમાં સ્પિનએક્સ્ટ્રીમના મનીષ રાવતે ક્લિપર્સના ઓમકાર જાેગને આસાનીથી હરાવીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution