હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો તેજ બની


ઇમ્ફાલ  :ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં ગયા વર્ષની વંશીય હિંસા બાદથી સમયાંતરે હિંસક ઘટનાઓ બની રહી છે. હિંસા અંગે સીએમ એન બિરેન સિંહ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિપક્ષે અનેક વખત તેમના રાજીનામાની માંગ કરી છે. હવે હિંસાગ્રસ્ત રાજ્યમાં નેતૃત્વમાં સંભવિત ફેરફાર અંગે અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે બિરેન સિંહ સરકારના કેટલાક ધારાસભ્યો સીએમ પદ પરથી રાજીનામું માંગવા નવી દિલ્હી ગયા છે. જાે કે સિંહે આ અટકળોને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો નિહિત સ્વાર્થને કારણે આવી અફવાઓ ફેલાવી રહ્યા છે.

સીએમ બિરેન સિંહે શુક્રવારે સ્વીકાર્યું કે તેમની પાર્ટી અને સહયોગી દળોના કેટલાક ધારાસભ્યો દિલ્હી ગયા છે. તેમણે દાવો કર્યો કે આ ધારાસભ્યો મણિપુરમાં જાતિય હિંસાનો અસરકારક ઉકેલ લાવવા માટે બીજેપી નેતૃત્વ અને કેન્દ્રીય નેતાઓને મળવા ગયા છે.

બિરેન સિંહે કહ્યું, “આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધારાસભ્યો મારા રાજીનામાની માંગ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસે ગયા છે. આ બાબતોમાં કોઈ સત્ય નથી. આ બાબતો નિહિત સ્વાર્થ જૂથો દ્વારા ફેલાવવામાં આવી રહી છે.”

મણિપુરના સીએમ બિરેન સિંહે કહ્યું, “ગુરુવારે મેં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ર્નિણય લેવામાં આવ્યો હતો કે મણિપુરમાં કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક મેમોરેન્ડમ સબમિટ કરવામાં આવશે. ઉપરાંત, કેટલાક ધારાસભ્યો લોકસભામાં દ્ગડ્ઢછની જીત માટે દિલ્હી જશે. ચૂંટણી જશે અને કેન્દ્રીય નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરશે.

બિરેન સિંહે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે કેન્દ્રીય નેતાઓને મળવા માટે એક નાની સમિતિની રચના કરવામાં આવશે. મેમોરેન્ડમ પર એનડીએના લગભગ ૩૪ ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.”

મણિપુરના સીએમએ કહ્યું, “બેઠકમાં ધારાસભ્યોએ મણિપુર મુદ્દાને ઉકેલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પ્રયાસોની પ્રશંસા કરી છે. અમિત શાહે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે બેઠક યોજી છે. “

મણિપુરમાં ૩ મે ૨૦૨૩ના રોજ જાતિય હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુર હાઇકોર્ટે ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ યાદીમાં સામેલ કરવા માટે વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. આ સૂચના બાદ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.

જાે કે બાદમાં હાઇકોર્ટે તેના આદેશને રદ કર્યો હતો. જસ્ટિસ ગોલમેઈ ગફુલશિલુની ખંડપીઠે આદેશમાંથી એક ફકરો હટાવતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના વલણની વિરુદ્ધ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution