‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ના સોઢીની શો છોડવાની અટકળ તેજ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાના હા-નાને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે વધુ એક કલાકાર સિરિયલ છોડવાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર નિભાવનાર ગુરૂચરણસિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. તેના પર શોના પ્રોડ્યુસર અસીત મોદીએ નિવેદન આપ્યું છે. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુરૂચરણે વ્યક્તિગત કારણોના હિસાબે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પ્રોડકશન હાઉસને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીએ પ્રોડક્શન હાઉસને એક પત્ર પણ સોંપ્યો છે. શોના પ્રોડ્યુસર અસીત મોદીએ ગુરૂચરણસિંહના શો છોડવાની વાત ઉપર પ્રતિક્રિયા આપી હતી. સ્પોટબ્વોયે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું તકે મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવામાં આવી રહી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution