દિલ્હી-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ફિલ્મ એક્ટ્રેસ વિજયાશાંતિ ટૂંક સમયમાં જ ભાજપમાં જાેડાઈ શકે છે. તેમના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. પૂર્વ સાંસદે વિતેલા કેટલાક મહિનાથી રાજ્યમાં કોંગ્રેસની ગતિવિધોઓ અને કાર્યક્રમોથી અંતર રાખ્યું છે. જાે વિજયાશાંતિ ભાજપમાં જાેડાય તો તે દક્ષિણ ભારતમાં ભાજપમાં જાેડાનારી બીજી જાણીતી એક્ટ્રેસ હશે. આ પહેલા તમિલનાડુમાં એક્ટ્રેસ ખુશબુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાઈ ગઈ હતી.
વિજયાશાંતિનું ભાજપમાં જાેડાવવું એક રીતે ઘર વાપસી તરીકે જાેવાશે અને તેનાથી ભાજપને ફાયદો થશે. કારણ કે વિજયાશાંતિએ પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને બાદમાં ટીઆરએસમાં જાેડાઈ હતી. ત્યાર બાદ તે તેલંગાણા રાજ્યની રચના પહેલા 2014માં કોંગ્રેસમાં આવી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વ્યવહારથી તે ખુશ નથી. તે ટૂંકમાં જ દિલ્હી જઈને અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જાેડાઈ શકે છે. એચએમસી ચૂંટમી પ્રચાર દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડીકે અરૂણાએ કહ્યું કે, વિજયાશાંતિ ટૂંક સમયમાં જ ભાજપમાં જાેડાશે અને અન્ય નેતાઓ પણ ભાજપમાં જાેડાવવા માટે લાઈનમાં છે.