પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને દાનાપુર માટે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ-

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી મુઝફ્ફરપુર અને દાનાપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનની એક - એક ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છેઃ - ટ્રેન નંબર ૦૯૪૨૯/૦૯૪૩૦ અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૪૨૯ અમદાવાદ - મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન ૧૦ મે, ૨૦૨૧ને સોમવારના રોજ અમદાવાદથી સવારે ૦૬ઃ૦૦ વાગ્યે ચાલીને બીજા દિવસે મંગળવારે સાંજે ૧૮ઃ૩૦ વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર ૦૯૪૩૦ મુઝફ્ફરપુર - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ૧૧ મે ૨૦૨૧ને મંગળવારના રોજ મુઝફ્ફરપુરથી રાત્રે ૨૧ઃ૩૦ વાગ્યે ચાલીને ત્રીજા દિવસે ગુરુવારે સવારે ૦૯ઃ૪૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસના કોચ રહેશે.

ટ્રેન નંબર ૦૯૪૩૫ અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન ૧૩ મે ૨૦૨૧ને ગુરુવાર ના રોજ રાત્રે ૨૨ઃ૫૦ વાગ્યે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે શનિવારે સવારે ૦૯ઃ૫૦ વાગ્યે દાનાપુર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર ૦૯૪૩૬ દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ૧૫ મે ૨૦૨૧ને શનિવાર ના રોજ ૧૩ઃ૦૦ વાગ્યે દાનાપુરથી ઉપડશે અને ત્રીજા દિવસે સોમવારે રાત્રે ૦૨ઃ૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર શહેર, હિન્દૌન સીટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જાૈનપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના કોચ રહેશે.

ટ્રેન નંબર ૦૯૪૨૯નું બુકિંગ ૦૯ મે ૨૦૨૧થી અને ટ્રેન નંબર ૦૯૪૩૫નું બુકિંગ ૧૨ મે ૨૦૨૧થી તમામ કોમ્પ્યુટરાઇઝ્‌ડ આરક્ષણ કેન્દ્ર પરથી અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે. મુસાફરો ટ્રેનોની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટેની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -૧૯થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution