ચૈત્રી નવરાત્રિમાં ઉપવાસ કરતા લોકો માટે ખાસ ટિપ્સ,સામેલ કરો આ ડાયટ...

લોકસત્તા ડેસ્ક

આજથી ચૈત્રી નવરાત્રિ પર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ સમયે ઉપવાસ રાખવાથી ઘણાં લોકોને અશક્તિ જેવું લાગે છે. આ સમસ્યાથી બચવા આ વસ્તુઓ ખાઓ. ચાલો જાણીએ.

આજે અમે તમને ખાસ નવરાત્રિ સ્પેશિયલ એવી ડ્રિંક્સ વિશે જણાવીશું, જે આ સમય દરમ્યાન તમને શક્તિ આપશે, શરીરને હાઈડ્રેટ રાખશે અને તમારો સ્ટેમિના પણ વધારશે.

બનાના શેક

કેળામાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. જે થાક દૂર કરે છે અને બોડીનો સ્ટેમિના વધારે છે. સાથે જ બોડીને એનર્જી પણ આપે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ફળ બહુ જ ફાયદાકારી છે.

લીંબુ પાણી

લીંબુમાં વિટામિન સી અને ગ્લુકોઝ હોય છે. જેનાથી બોડી હાઈડ્રેટ રહે છે અને સ્ટેમિના વધે છે.

છાશ

છાશમાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જેનાથી ગરબા દરમ્યાન એનર્જીનું લેવલ વધે છે.

બદામનું દૂધ

આમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે. જેનાથી મગજ શાંત રહે છે અને ઉપવાસમાં માથાના દુખાવાની પ્રોબ્લેમ થતી નથી.

નારિયેળ પાણી

આમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પોટેશિયમ હોય છે. જેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને આખો દિવસ કામ કરવા છતાં થાક લાગતો નથી.

બ્લેક કોફી

કોફીમાં રહેલું કેફીન મૂડ સુધારે છે અને એનર્જી આપે છે. ગરબા દરમ્યાન સ્ટેમિના જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

દાડમનો જ્યૂસ

આમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન ઈ હોય છે. જેથી તેને પીવાથી એનર્જી મળે છે અને ઉપવાસ દરમ્યાન ચહેરા પર ડલનેસ આવતી નથી.

ગ્રીન ટી

આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીને તરત જ એનર્જી આપે છે. આ સ્ટેમિના વધારવામાં પણ મદદ કરે છે અને થાક દૂર કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution