મકરસંક્રાંતિ પર આ વખતે ખાસ સંયોગ, જાણો ઉત્તરાયણનો કેવો પડશે તમારા જીવન પર પ્રભાવ

મકર સંક્રાંતિ 2021 આ વર્ષે ખૂબ જ ખાસ સંયોગ સાથે આવી રહી છે. ઉપરથી એ વાત પણ આ વખતે વધુ ઉત્તમ છે કે મકર સંક્રાંતિની તિથિને લઈને કોઈ પંચાંગ ભેદ કે વિવાદ નથી. દર વર્ષે આખા દેશમાં 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે દાન-પુણ્યનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. 

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે તેનું કારણ આ વર્ષે ગ્રહોના રાજા સૂર્ય આ જ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુવારે 14 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યેને 14 મિનિટે સૂર્ય રાશિ પરિવર્તન કરીને મકરમાં પ્રવેશ કરશે. ગુરુવારે સંક્રાંતિ હોવાથી આ નંદા અને નક્ષત્ર અનુસાર મહોદરી સંક્રાંતિ માનવામાં આવશે જે બ્રાહ્મણો, શિક્ષકો, લેખકો, વિદ્યાર્થીઓ માટે લાભપ્રદ અને શુભ રહેશે. શાસ્ત્રોનો મત છે કે સંક્રાંતિના 6 કલાક 24 મિનિટ પહેલાથી પુણ્ય કાલ આરંભ થઈ જાય છે. જેથી આ વર્ષે બ્રહ્મ મુહૂર્તથી સંક્રાંતિ સ્નાન, દાન, પુણ્ય કરવામાં આવશે. આ દિવસે બપોરે 2 વાગીને 38 મિનિટ સુધી સંક્રાંતિ સંબંધિત ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્તમ સમય છે. આમ તો આખો દિવસ સ્નાન અને દાન કરી શકાય છે.

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં આવતા જ ખર માસ એટલે ધનુર માસ સમાપ્ત થશે. જોકે ધનુર માસ પૂર્ણ થવા છતા હજુ વિવાહ અને બીજા શુભ કાર્યનું આયોજન કરી શકાશે નહીં. તેનું કારણ એ છે કે મકર સંક્રાંતિના ત્રણ દિવસ પછી જ ગુરુ અસ્ત થઈ જશે. જે 14 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે જેના કારણે શાસ્ત્રોમાં આ દિવસોમાં વિવાહ આદી શુભ કાર્યો વર્જીત ગણવામાં આવ્યા છે.આ વખતે મકર સંક્રાંતિના દિવસે ખાસ વાત એ છે કે સૂર્યના પુત્ર શનિ પર પોતાના ઘરમાં મકર રાશિમાં ગુરુ મહારાજ બૃહસ્પતિ અને ગ્રહોના રાજકુમાર બુધ અને નક્ષત્રપતિ ચંદ્ર સાથે સૂર્ય દેવ મકર રાશિમાં યોગ કરશે. ગ્રહોનો આવો સંયોગ ખૂબ જ દૂર્લભ માનવામાં આવે છે. કેમ કે ગ્રહોના આ સંયોગમાં સ્વયં ગ્રહોના રાજા, ગુરુ, રાજકુમાર, ન્યાયધીશ અને નક્ષત્રપતિ એક સાથે છે. આ સાતે જ સૂર્યનો પ્રવેશ શ્રવણ નક્ષત્રમાં થશે જેનાથી ધ્વજ નામનો શુભ યોગ બનશે. ગ્રહોના રાજા સૂર્ય સિંહ પર સવારથી મકરમાં સંક્રમણ કરશે. તેવામાં રાજનીતિમાં સત્તા પક્ષનો પ્રભાવ વધશે. દેશમાં રાજકીય ઉથલ-પાથલ, કેટલાક સ્થાનમાં સત્તામાં ફેરફાર પણ થઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution