ગાંધીનગરમાં દિવ્યાંગ અને વડીલો માટે ખાસ વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર લોકસભા બેઠક હેઠળની ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આગામી તા. ૭, મેના રોજ મતદાન થશે. ત્યારે ગાંધીનગર ઉત્તર ક્ષેત્રમાં ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયના અશક્ત ઉમેદવારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સાર્વજનિક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર ઉત્તરના મદદનીશ ચૂંટણી અધિકારી બ્રિજેશ મોડિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીના અવસરે મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો તથા ૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલો માટે ખાસ વાહનની સુવિધા ઉભી કરાઈ છે. જેના અંતર્ગત ગાંધીનગર ઉત્તર બેઠકના મતદારોને આ સુવિધા મળશે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા દિવ્યાંગ કે વડીલ મતદારોએ તા. ૬ઠ્ઠી મે સુધીમાં સવારે ૧૧ કલાકથી સાંજના ૬ કલાક દરમિયાન ટેલિફોન નંબર- ૦૭૯૨૯૦૯૩૩૭૪ પર જાણ કરવાની રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution