મોરબી-
ગુજરાતમાં દારૂ બાંધી છે જો કે, અવાર નવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની નોટલ કે જથ્થા સાથે પોલીસ કર્મીઓ પકડાતાં હોય છે તે હક્કિત છે અને આજે મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ પાસેથી વહેલી સવારે એક સ્કોર્પિયો કાર પસાર થતી હતી જે પલ્ટી મારી ગઈ હતી ત્યારે ખબર પડી કે આ ગાડીમાં દારૂનો જથ્થો છે અને કારમાં જે બે વ્યક્તિ બેઠા હતા તે બંને પોલીસ કર્મી હોવાની માહિતી સામે આવેલ છે
મોરબી નજીક જાંબુડિયા ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એક સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. અને આ કારમાં દારૂ ભરેલો હતો જો કે, આ ઘટના ઉપર ઢાંકપીછોળો કરવા માટે દારૂને સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતો અને પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે દારૂની પેટીઓના પુલ ઉપરથી નીચે ઘા પણ કર્યા હતા અને સ્થળ પર પહોચેલા પોલીસ જવાનો સાથે પણ માથાકૂટ કરી હતી. જો કે, પોલીસે હાલમાં દારૂની પેટીઓ તેમજ બિયર સાથે બે શખ્સની ધરપકડ કરીને લખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના પોલીસકર્મી રાજદીપસિંહ અને પૃથ્વીસિંહ કાર લઈને રાજકોટ તરફ જતાં હતા ત્યારે તેની કાર પલટી મારી ગઈ છે અને તેની કારમાં દારૂનો જથ્થો હતો જે તેમના ખેવા મુજબ કચ્છમાઠી લઈને તે આવ્યા હતા જો કે, કયા લઈને જવાના હતા તે પ્રશ્ન છે અને શા માટે કારમાં દારૂનો જથ્થો ભરીને લઈને જતાં હતા તે દિશામાં તપાસ કરીને પોલીસે હાલમાં ફરિયાદ નોંધવા માટેની તજવીજ શરૂ કરેલ છે