અમદાવાદ-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં એક દિવસના પ્રવાસે છે. ત્યારે આજે ઍરપોર્ટ પર કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરિવાલે સર્કિટ હાઉશ ખાતે આજે પરેશ કોન્ફરન્સ સંબોધી હતી. અને નવરંગપુરા માં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉદ્ઘાટન વખતે કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.મોટી સંખ્યામાં કાર્યકરો પ્રેદેશ કાર્યાલયને ઘેરી વળ્યા હતા. અને કેજરીવાલને મળવા માટે કાર્યકરોએ કેજરીવાલ ની ગેરી લીધી હતી. જોકે કેજરીવાલના સિક્યુરિટી અને આગેવાનો વચે ઘર્ષણ પણ થયું હતું. કાર્યાલય ખાતે કેજરીવાલ 10 થી 15 મિનિટ રોકાયા બાદ તેઓ ત્યાં થી રવાના થયા હતા જોકે આ મુલાકાતમાં કેજરિવાલની હાજરીમાં પૂર્વ પત્રકાર ઈશુદાન ગઠવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
જોકે આ કાર્યલય ના ઉદ્ઘાટન વખતે આપ ના પ્રભારી ગુલાબ સિંહ યાદવનું ખિસ્સું કપાયું હતું. જોકે મોટી સંખ્યામાં અહી કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અનેક જગ્યાઓ પર સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા. ક્યાક કાર્યકરો ગરબે ગુમતા જોવા મળ્યા હતા. આમ આદમી નું કદ પણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે.