બેંગ્લોર-
કોરોના વાયરસના વધતા સંક્રમણ કારણે દેશમાં હાલના સમયમાં ભીડ એકત્ર થવાની મનાઈ છે. અનેક રાજ્યોમાં લૉકડાઉન પણ છે. તેમ છતાં લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેની તાજેતરમાં દાખલો કર્ણાટકના બેલગાવી જિલ્લામાં જાેવા મળ્યો છે. અહીં ઘોડાના અંતિમ સંસ્કારને જાેવા માટે હજારોની ભીડ એકત્ર થઈ ગઈ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો મરાદીમઠનો છે. હાલ સ્થાનિક પ્રશાસને તેને સીલ કરી દીધું છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ શનિવારે કોન્નૂરની પાસે કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જાેડાયેલા ઘોડાનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર જાેવા માટે હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના ગામ લોકોએ આશ્રમના ઘોડાની પહેલા પૂજા કરી. ત્યારબાદ દુનિયાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે ઘોડાને છોડી દેવામાં આવ્યો. તે બે દિવસ સુધી ગામમાં ચરતો રહ્યો. પરંતુ શુક્રવારની રાત્રે અચાનક તેનું મોત થઈ ગયું. શનિવારે અગ્નિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. અહીં શ્રી પાવેશ્વર સ્વામીએ અનુષ્ઠાન કર્યા. ત્યારબાદ ઘોડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ ૪૦૦ ઘરોની વસ્તીને હવે સીલ કરી દેવામાં આવી છે. થોડાક દિવસો સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. તમામ રહેવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.