આણંદ : ઉમરેઠ પાલીસે બુધવારે બપોરના સુમારે સ્વામીનારાયણ મંદિર પાસે આવેલાં એક મકાનમાં છાપો મારીને તિજાેરીમાં ગુપ્ત ખાના બનાવીને તેમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ હતી. વિદેશી દારૂની કુલ ૧૯ બોટલો સાથે પિતા-પુત્રને ઝડપી પાડીને તેઓની સામે પ્રોહિબિશનના ગુનાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગઈકાલે બપોરના સુમારે પેટ્રોલિંગ કરી રહેલી ઉમરેઠ પોલીસને બાતમી મળી હતી કે, સ્વામીનારાયણ મંદિર પાસે રહેતા લાલાભાઈ રૂગનાથભાઈ રાઠોડ અને તેમનો પુત્ર નરેન્દ્રભાઈ ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તેઓના ઘરે છાપો મારીને તલાશી લેતાં તિજાેરીના ગુપ્ત ખાનામાં છુપાવી રાખેલી વિદેશી દારૂની ૧૯ બોટલો મળી હતી. વિદેશી દારૂની કિંમત ૧૩,૭૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે લાલાભાઈ અને તેમનાં પુત્ર નરેન્દ્રભાઈને ઝડપી પાડીેને અંગજડતી કરતાં એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૧૮,૭૫૦ રૂપિયા જેટલી થવા જાય છે.