લંડન:સ્પેનના કાર્લોસ અલ્કારાઝે સતત બીજી વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. તેણે રવિવાર, ૧૪ જુલાઈએ ૨૦૨૪ની ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચને હરાવ્યો હતો. લંડનના સેન્ટર કોર્ટમાં રમાયેલી મેચમાં ત્રીજા ક્રમાંકિત અલકારાઝે બીજા ક્રમાંકિત જાેકોવિચને ૬-૨, ૬-૨, ૭-૬થી હરાવ્યો હતો. ગયા વર્ષે પણ, અલ્કારાઝે ફાઇનલમાં જાેકોવિચને હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન જીત્યું હતું. ૨૦૨૨ એ અલ્કારાઝનું વર્ષ હતું. તેણે ૩૧મી સીડ સાથે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રવેશ કર્યો હતો. તે ત્રીજા રાઉન્ડમાં જ હારી ગયો, પરંતુ મિયામી, મેડ્રિડ, રિયો અને કોન્ડે ગોડો ઓપન સહિત ચાર છ્ઁ ટાઇટલ જીત્યા. તે જ વર્ષે, યુએસ ઓપન ફાઇનલમાં, તેણે વિશ્વના નંબર-૫ કાસ્પર રુડને ૪-૬, ૬-૨, ૭-૬, ૬-૩ના માર્જિનથી હરાવ્યો અને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું.તેણે વર્ષનો અંત વર્લ્ડ નંબર-૧ તરીકે કર્યો અને ૨૦૨૩માં પણ તે જ ફોર્મ ચાલુ રાખ્યું અને વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ જીત મેળવી. અલ્કારાઝે આ વર્ષે એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો.