દક્ષિણ આફ્રિકાનો ૯૨ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ: ૧૧ ખેલાડી શૂન્ય પર આઉટ


નવી દિલ્હી:ટેસ્ટ ક્રિકેટમાં અવારનવાર રેકોર્ડ બને છે અને તૂટે છે. જ્યારે ઘણા રેકોર્ડ્‌સ ખેલાડી અથવા ટીમ માટે સિદ્ધિ બની જાય છે, તો એવા ઘણા શરમજનક રેકોર્ડ્‌સ પણ છે જે અનિચ્છાએ પણ ખેલાડી અથવા ટીમના નામે નોંધાય છે. કોઈપણ ખેલાડી અથવા ટીમ કોઈપણ કિંમતે આ શરમજનક રેકોર્ડ બનાવવાથી બચવા માંગે છે, પરંતુ આવું કરવું સરળ નથી. હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ આ શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી. આ મેચમાં એક શરમજનક રેકોર્ડ પણ બન્યો હતો.જ્યારે મેચમાં ૧૧ ખેલાડી ૦ના સ્કોર પર આઉટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ૧૪ વખત આવું બન્યું છે. મેચમાં આવું શરમજનક કૃત્ય ક્યારે થયું અને કઈ ટીમ તેનો સૌથી મોટો શિકાર બની તે જાેવા માટે જુઓ વીડિયો. ટીમે ૯૨ વર્ષ બાદ આ શરમજનક પ્રદર્શન કર્યું છે. વર્ષ ૧૯૩૨માં દક્ષિણ આફ્રિકાના ૭ ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. જાેકે દક્ષિણ આફ્રિકાએ ૪૦ રનથી મેચ જીતી લીધી હતી, પરંતુ ટીમના ચાર બેટ્‌સમેન - ટેમ્બા બૌમા, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ અને રબાડા - પ્રથમ દાવમાં ૦ રનમાં આઉટ થઈ ગયા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ડેવિડ, કેશવ મહારાજ અને બર્ગર ૦ રનમાં આઉટ થયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution