દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી પ્રથમ વખત ફાઇનલમાં



નવી દિલ્હી- ટી-૨૦ વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, અફઘાનિસ્તાન 56 રનમાં આઉટ થઈ ગયું હતું. જે આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કર્યું હતું. આ જીત સાથે આફ્રિકા ટી-૨૦ વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું હોય. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે મોંઘો સાબિત થયો. અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાની બોલિંગ યુનિટ સામે ટકી શકી ન હતી અને માત્ર 56 રનમાં જ પડી ગઈ હતી. અફઘાનનો કોઈ બેટ્સમેન 10થી વધુ રન બનાવી શક્યો નહોતો. અઝમત ઉલ્લાહ ઉમરઝાઈ ડબલ ફિગરને સ્પર્શનાર એકમાત્ર બેટ્સમેન હતો અને તેણે 10 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી 3 બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ નબી અને નૂર અહેમદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. આ સિવાય ઈબ્રાહિમ ઝદરાન, નંગેલી ખરોટે, નવીન ઉલ હક અને ફઝલ હક ફારૂકી 2-2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કરીમ જન્નત અને રાશિદ ખાને 8-8 રન બનાવ્યા હતા, જ્યારે ગુલબદ્દીન નાયબ 9 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાને તેના T20 ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. T20ના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય અફઘાનિસ્તાન આટલા સ્કોર પર ઓલઆઉટ થયું નથી. રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની રેકોર્ડ બનાવનાર જોડી પણ આજે થોડો સમય ક્રિઝ પર રહી શકી ન હતી. ઓસ્ટ્રેલિયા સામે તેણે 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. ટાર્ગેટનો પીછો કરવા આવેલી આફ્રિકન ટીમે આ સ્કોર 8.5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઓપનર ક્વિન્ટન ડી કોક મોટો શોટ મારવાના પ્રયાસમાં 8 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય રીસ હેનરિક્સે 23 રનની ઇનિંગ રમી હતી અને કેપ્ટન એડમ માર્કરામે 29 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી અને આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય કાગિસો રબાડા અને એનરિક નોરખિયાએ 2-2 વિકેટ ઝડપીને પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર બાદ અફઘાનિસ્તાનના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને હરાવીને અહીં પહોંચ્યું હતું, જેઓ તેમનાથી વધુ મજબૂત હતા. આ હાર બાદ અફઘાન ચાહકો માટે ખુશીનું કારણ ક્રિકેટ જ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution