દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો સેમિફાઈનલમાં પ્રવેશ : બંને યજમાન ટીમો ગ્રુપ 2માંથી બહાર


નવી દિલ્હી:  ટી-૨૦ વર્લ્ડકપ 2024માં સુપર-8ના ગ્રુપ 2માંથી સેમિફાઈનલમાં પહોંચનારી બે ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ગ્રુપ-2માં, દક્ષિણ આફ્રિકાએ છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવીને ક્વોલિફાઈ કર્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટુર્નામેન્ટના સહ-યજમાન વેસ્ટ ઈન્ડિઝે આફ્રિકન ટીમને 136 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ તરફથી રોસ્ટન ચેઝે (52 રન) સૌથી વધુ રન બનાવ્યા હતા. આ પહેલા કાયલ મેયર્સે 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ 3 વિકેટ ઝડપી હતી. વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રણ ઓવર ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં શરૂઆતના આંચકામાંથી બહાર આવીને આફ્રિકન ટીમે 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સે સૌથી વધુ 29 રન બનાવ્યા, પરંતુ માર્કો જેન્સને 21 અણનમ રનની સૌથી મહત્વની ઈનિંગ રમી આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું અને વેસ્ટ ઈન્ડિઝને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો. . વેસ્ટ ઈન્ડિઝ વતી, રોસ્ટન ચેઝે બોલ અને બેટથી બેવડું પ્રદર્શન કર્યું, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. તેણે 52 રન બનાવ્યા અને 3 વિકેટ ઝડપી દક્ષિણ આફ્રિકા 10 વર્ષમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે. આ પહેલા ઈંગ્લેન્ડ અમેરિકાને હરાવીને ગ્રુપ-2માંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution