આણંદ
રાજકીય ચોપાલમા સરદાર પટેલના બ્રાન્ડ નેમ બાદ પક્ષના ચિન્હનો ઉપયોગ, ગત જાન્યુઆરીમાં રાજયના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ નામ આપી પક્ષનું ચિન્હ લોકજીભે રહે તેવા આડકતરા આયોજન બાદ દોઢ દાયકાથી રાજકીય ચોપાલમા સરદાર પટેલને સત્તા માટે બ્રાન્ડ નેમ બનાવી વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી કેવડિયા નજીક સાકાર થતાં દેશ તથા વિશ્વનું આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓ મુલાકાત લેતા હોય એસઓયુ નજીક આગામી દિવસોમાં એસએસએનએલ દ્વારા રૂ. ૫૯ લાખના ખર્ચે વિશાળ કમલને ઉભું કરવાનું આયોજન કરતાં સરકારે એક તીર બે નિશાન તાકયા હોય તેમ આકર્ષણનું આકર્ષણ અને પક્ષ ચિન્હનો પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ઉઠી છે. દોઢ દાયકાથી રાજકીય ચોપાલમા સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવી સત્તા સાકાર કરવાના ઉપયોગ બાદ કેવડિયા સરદાર સરોવર નજીક રૂ.૩૦૦૦ હજાર કરોડના ખર્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાકાર કરવામાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેનો રાજકીય લાભ લેવા કે એસઓયુના આકર્ષણમાં વધારો થાય તેવા આશયથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ગ્લો ગાર્ડન ખાતે દેશની ધાર્મિક વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ ઉભું થાય તે અંતર્ગત રૂ. ૫૯.૫૦ લાખના ખર્ચે ૩ડી એલઇડી કમળની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાેકે આ મુદ્દે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. જેમાં નક્કી થનાર એજન્સી દ્વારા ત્રણ વર્ષ સુધી નિભાવણી કરવાની રહેશે.
૩ડી ગ્લોઇગ કમળની બહાર બાજુ આઠ પાંખડી બનાવવા સાથે મધ્યમાં એક કળી સાથે પાંચ પાખડી રાખવામાં આવશે. દરેક ફુલની ઉંચાઇ ૫ ફુટ, લંબાઈ ૬ ફુટ તથા પહોળાઈ ૮ ઇંચ જેટલી રહેશે. જેની સાથે વિવિધ ધર્મ હિંદુ, ઇસ્લામ, શીખ,ખ્રિસ્તી, જૈન તથા બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતિક સાથેનું કમળ આકારનું મોડેલ સાકાર થશે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જે રીતે ડ્રેગન ફ્રુટને કમલમ્ નામ આપી પક્ષના ચિન્હને લોકજીભે રાખવામાં આવ્યાની ચર્ચા ઉઠયા બાદ હવે એસઓયુ સ્થળે કે જયાં હજારો પ્રવાસીઓ મુલાકાત લેતાં હોય તે સ્થળ નજીક આકર્ષિત કમળ ઉભું કરી એક તીર બે નિશાન ઉભા કરવામાં આવ્યા હોય તેમ આકર્ષણનું આકર્ષણ અને પક્ષ ચિન્હની છબી ઉભી કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.