સોનમ બાજવા હિન્દી ફિલ્મની સારી સ્ક્રિપ્ટની રાહ જૂએ છે

સોનમ બાજવાએ તેના નોંધપાત્ર અભિનય અને સ્ક્રીનને ચાર ચાંદ લગાવી દેતી હાજરી માત્રથી પંજાબી ફિલ્મોમાં ઘણી લોકચાહના મેળવી છે. તેની ખુબ લોકપ્રિયતા અને ટેલેન્ટ છતાં તેણે હજુ બોલિવૂડમાં કાયગેસર એન્ટ્રી કરી નથી, તેના કારણે તેના ઘણા પ્રસંશકોને પ્રશ્નો થાય છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે સારી સ્ક્રિપ્ટની રાહ જુએ છે. આ ઇન્ટર્વ્યુમાં સોનમે જણાવ્યું, “હું સારી સ્ક્રિપ્ટની રાહ જાેઉં છું. પહેલાં મેં અમુક ફિલ્મોની ના પાડી અને પછી પાછળથી મને લોકો પાસેથી સાંભળવા મળ્યું કે ઘણા લોકોને ખબર જ નથી કે હું મુંબઈમાં રહું છું. તેથી એમને એવું લાગે છે કે હું અહીં નથી રહેતી એટલે મારે હિન્દી ફિલ્મોમાં કામ કરવું નથી. જાે મને કોઈ સારી સ્ક્રિપ્ટ મળશે તો મને હિન્દી ફિલ્મમાં કામ કરવું ચોક્કસ ગમશે.” ઘણા કલાકારોની જેમ સોનમને પણ બોલિવૂડનો ભાગ બનવું છે. ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘બાલા’માં મહેમાન કલાકારની ભૂમિકા તેનો બોલિવૂડનો પહેલો અનુભવ હતો. આ એક નાનો રોલ હતો તેમ છતાં લોકોને તેમાં ક્ષમતા દેખાઈ હતી અને તેને વધુ ફિલ્મો કરતી જાેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં હજુપણ સોનમ બાજવાએ હજુ બોલિવૂડમાં કોઈ લીડ રોલ કર્યાે નથી.સોનમે જણાવ્યું કે તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવા તૈયાર છે. “મને તો સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવું બહુ ગમશે. મેં વર્ષાે પહેલાં ત્યાં કામ કરેલું છે, પછી હું પંજાબ આવી ગઈ અને ત્યાં કામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ હવે મને લાગે છે કે હું જેટલી વધુ ભાષાની ફિલ્મોમાં કામ કરું એ મારા માટે સારું છે. મારે બસ સારું કામ કરવું છે, જ્યારે મળવાની હશે ત્યારે હું હિન્દી ફિલ્મ પણ કરીશ. મારે હિન્દી ફિલ્મમાં પણ એમી સાથે કામ કરવું છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution