સોનાલી બેન્દ્રે આ દિવસોમાં વેબ સીરિઝ ‘ધ બ્રોકન ન્યૂઝ’ને લઈને લાઇમલાઇટમાં છે. તમિલ, મરાઠી, કન્નડ અને તેલુગુ સિનેમામાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે હાલમાં જ વિવિધ ભાષાઓમાં ફિલ્મોમાં કામ કરવાના તેના અનુભવો વિશે વાત કરી હતી. એક્ટ્રેસ કહ્યું કે, તેના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં ભાષા એક મોટો પડકાર બન્યો હતો, અને તે સમયે તેને એમ જ લાગતું હતું કે, તે પણ ફિલ્મની ટીમના સભ્યો સાથે વધુ હળીમળી રહે.
એક્ટ્રેસે કહ્યું કે, અમે ૧૯૯૦ના દાયકામાં માત્ર રાજ્યોમાં અલગ-અલગ ફિલ્મો બનાવતા હતા. મેં મરાઠી સિનેમામાં ‘અનાહત’ ફિલ્મ કરી છે. આ એક શાનદાર કહાની હતી. તેની સાથે મેં એક અદ્ભુત તમિલ ફિલ્મ કરી છે, તે ઇન્ટરનેટ આધારિત લવ સ્ટોરી હતી. તે એક એવો સમય હતો જ્યારે લોકો સાયબર કાફેમાં જતા હતા. મેં કન્નડ અને તેલુગુ ફિલ્મો પણ કરી છે. સૌથી વધુ મને તેલુગુ સિનેમામાં કામ કરવાની મજા પડી હતી. ત્યાંના લોકો પણ ખૂબ જ સારા હતા.સોનાલી બેન્દ્રેએ આગળ કહ્યું કે, દિવસભર કામ કર્યા બાદ ક્રિએટિવિટી, સંતોષ અને તમામ ફિલ્મ સેટ એકસરખા છે. મને લાગે છે કે, ફરક બસ ભાષાનો છે. કમનસીબે હું આ બધી ભાષાઓ વિશે જાણતી નથી અને તે વખતે ફિલ્મના સેટ પર લોકો સાથે વધુ વાતચીત પણ કરી શકતી ન હતી. હું શબ્દોના અર્થ તો જાણતી હતી, પરંતુ ભાષાને આત્મવિશ્વાસની સાથે બોલવામાં ખચકાટ અનુભવતી હતી. તે મારા માટે હિન્દી સિનેમા કરતાં ચાર ગણું વધુ કામ હતું. સોનાલી બેન્દ્રે ‘સરફરોશ’ મૂવીમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની સાથે દેખાઈ હતી. જે હિન્દી સિનેમામાં ગેમ ચેન્જર તરીકે ઊભરી આવી હતી. રોચક કહાની અને કાસ્ટિંગના કારણે તેણે આજે પણ લોકોના દિલમાં અલગ સ્થાન બનાવ્યું છે. પોતાની ફિલ્મથી જાેડાયેલી જૂની યાદોને વાગોળતાં એક્ટ્રેસે કહ્યું કે, ઘણીવાર મને એવું લાગતું કે, શું અમે કોઈ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છીએ? પરંતુ ફિલ્મના પાત્ર એ તેમને ભરોસો આપ્યો કે, આ એક કોમર્શિયલ ફિલ્મ છે. એક્ટ્રેસે કહ્યું કે, સરફરોશ એક ખૂબ જ ખાસ ફિલ્મ છે. ખાસ કરીને ડાયરેક્ટર જ્હૉન મેથ્યુ મૈથનના લીધે. જ્હૉન અને મેં જાહેરાત ફિલ્મોમાં ખૂબ જ કામ કર્યું હતું. કેટલીકવાર અમને એવું લાગ્યું કે, શું અમે એક ડૉક્યુમેન્ટ્રી બનાવી રહ્યા છીએ? પરંતુ, આ ફિલ્મમાં મારા અને આમિર ખાનના રોલ વચ્ચે બૉન્ડિંગ હતી, જેના કારણે અમને વિશ્વાસ આવ્યો કે, અમે એક કોમર્શિયલ બોલિવૂડ ફિલ્મ બનાવી રહ્યા છીએ.