સોમનાથ મંદિર આવતીકાલથી અચોક્કસ મુદત સુધી બંધ, શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે

અમદાવાદ-

સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક ગામડાઓમાં અને શહેરમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન અને બંધના નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આવતીકાલ એટલે કે 11 એપ્રિલથી સોમનાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, લક્ષ્‍મીનારાણ - ગીતામંદિર, ભાલકા મંદિર,ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution