જય-વિજયની આ જાેડીના નિશાના પર કયો ‘ગબ્બર’ અને એની ગેંગના કયા કયા કાલિયા... સાંભા... છે એ હાલ તો માત્ર અટકળનો વિષય છે. પણ, બરોડા રાયફલ કલબ દ્વારા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેકસમાં આયોજીત શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે નહીં પણ ‘શાર્પશૂટર’ની અદામાં પોઝ આપતા શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહ અને શહેર મહામંત્રી સુનિલ સોલંકી.