આણંદ : હાલમાં કોવિડ-૧૯ની મહામારીએ સમગ્ર દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ કરી નાખ્યું છે અને તેની અસર મુખ્યત્વે રોજગાર ક્ષેત્રમાં જાેવાં મળી રહી છે. અનેક લોકો બેરોજગાર થયાં છે, ઘણાં લોકોના પગારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવાં કપરાં કાળમાં ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ના વિદ્યાર્થીઓને મનગમતી જાેબ શોધવામાં જરા પણ મુશ્કેલી પડી નથી. અહીં અભ્યાસની સાથે સાથે કારકિર્દીલક્ષી ઘડતરમાં મદદરૂપ થાય તેવી ઈતર પ્રવૃતિઓ પર વધારે ધ્યાન આપવામાં આવે છે.
ચારુસેટમાં વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે લિબરલ આર્ટસની શરૂઆત સન ૨૦૦૦થી કરવામાં આવી છે, જેમાં ઈતર પ્રવૃતિઓની તાલીમ આપવામાં આવે છે. જે તેઓને કારકિર્દીલક્ષી ઘડતરમાં મદદરૂપ થાય છે. દરેક કોલેજાેના કોર્સમાં લિબરલ આર્ટસનો અભ્યાસક્રમ શીખવાડવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ પોતાના શોખના ક્ષેત્રમાં હ્યુમનિટીસ સોશિયલ સાયન્સિસ (એચએસએસ)ના લીધે કારકિર્દી બનાવી શકે છે.
વિદ્યાર્થીઓ શોખને ભણતરની સાથે જાળવી અને પોતાની કારકિર્દી બનાવી શકે તેનો ચારુસેટ આગ્રહ રાખે છે. ચારુસેટના નેશનલ સોશિયલ સ્કીમ યુનિટ દ્વારા કોરોનાકાળમાં વિવિધ સમાજપયોગી કામગીરી કરવામાં આવી હતી. જેનાંથી એનએસએસના વિદ્યાર્થીઓને તેની કારકિર્દીમાં પણ તેનાંથી ફાયદો થયો છે. ઘણાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં અને સમાજસેવક તરીકે પોતાના એનજીઓ ચલાવે છે. આ રીતે સિવિલ-મિકેનિકલ-ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનના ઘણાં વિદ્યાર્થીઓએ પોતાના શોખના વિષયોમાં પણ કારકિર્દી બનાવી છે. ઉલ્લેખનીય છે કે, ચારુસેટ દ્વારા લિબરલ આર્ટ્સના વિષયો થકી યુવાધનને કલાજગતમાં વિશ્વ ફલક પર ઉજાગર કરવાનું શ્રેષ્ઠતમ કામ કરવામાં આવે છે. આ વિષય હેઠળ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક ફલક હેઠળ સાથે લાવી ગ્રૂપ વર્ક કરતાં તેઓમાં કારકિર્દીના શરૂઆતના તબક્કામાં લીડરશીપ ટીમ વર્ક, કમ્યુનિકેશન , ડિસીઝન મેકિંગ, મેનેજમેન્ટ વગેરે જેવાં કૌશલ્યોનું નિર્માણ કરવામાં આવે છે. આવા રસ ધરાવતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવામાં અને પોતાની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવામાં આવે છે. ચારુસેટના આ નવીનતમ પ્રયોગની ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પણ નોંધ લેવામાં આવતાં રાષ્ટ્રીય કક્ષાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના યજમાનપદની ઓફર મળી રહી છે. ચારુસેટ યુનિવર્સિટી તેનાં વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ર્નિણયો પ્રત્યે યોગ્ય માર્ગદર્શન આપે છે અને તેઓને બહારની દુનિયા માટે તૈયાર કરે છે.
ચારુસેટ કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ, કેળવણી મંડળના સેક્રેટરી ડો.એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ-ચારુસેટના આઇટી સલાહકાર અશોક પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જાેશી, રજિસ્ટ્રાર ડૉ.દેવાંગ જાેશી વગેરે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જળ કારકિર્દી માટે સતત પ્રોત્સાહિત કરે છે.
મિકેનિકલ એન્જિ.ના વિદ્યાર્થીએ ચારુસેટ યુનિવર્સિટી સોંગ બનાવ્યું!
ચારુસેટ યુનિવર્સિટી સોંગની રચના સીએસપીઆઇટીના ૨૦૧૮ની બેચના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દર્શન પંડ્યાએ કરી છે. ચારુસેટ યુનિવર્સિટી સોંગનુંું કમ્પોઝિશન-લિરિક્સ-મ્યુઝિક દર્શન પંડ્યાનું છે. દર્શન પંડ્યા કહે છે કે, ચારુસેટમાં વિવિધ કાર્યક્રમોમાં પ્રાર્થના-સંગીત-ઇન્સ્ટ્રૂમેન્ટલ પ્લેયર તરીકે મને ટેલેન્ટ બતાવવાની તક મળી છે, જે આજે મારાં જીવનમાં ઉપયોગી થઈ છે. યુનિવર્સિટીના સાંસ્ક્રૃતિક કાર્યક્રમો તથા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા થતી ટેકનિકલ સ્પર્ધા (કોગ્નિઝન્સ) દ્વારા મેનેજરિયલ સ્કીલ વિકસાવવામાં ચારુસેટે મોટું પ્રદાન આપ્યું છે. દર્શન પંડ્યા હાલમાં આઇઆઇએમ-રાયપુરમાં પીએચડી કરે છે. બી.ટેક પછી સીધા જ પીએચડીમાં પ્રવેશ મેળવવાની સિદ્ધિ દર્શન પંડ્યાએ મેળવી છે.
ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપીને થોમસન રોઇટર્સ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી થઈ!
ચારુસેટમાં સીએસપીઆઇટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ૨૦૧૭ની બેચની વિદ્યાર્થિની દર્શના ચનિયારા ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપી અમદાવાદમાં થોમસન રોઇટર્સ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદ થઈ હતી. અભ્યાસની સાથે કોલેજની એનએસએસની કામગીરીની પ્રશંસા થઈ હતી. દર્શના ચનિયારા કહે છે કે, યુનિવર્સિટી દ્વારા થતી સાંસ્ક્રૃતિક-રમતગમત (સ્પાઉરલ)માં હું સેન્ટ્રલ કાઉન્સિલ હતી. એનએસએસમાં વોલન્ટિયર અને નિર્માણ એનજીઓમાં સિટી ડિરેક્ટર હતી. ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વોલન્ટિયર હતી. જાેબના ઇન્ટરવ્યુ વખતે મારી સર્વાંગી સ્કીલની વાત કરતાં ઇંગ્લિશને બદલે ગુજરાતીમાં ઇન્ટરવ્યુની મંજૂરી આપી હતી. સીઆરઇડીપી યુનિવર્સિટીની આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓને સાંજના સમયે ભણાવવાનું કાર્ય કરે છે.
મિકેનિકલ એન્જિનિયર શોખના કારણે બન્યો ફિલ્મ ડિરેક્ટર
ચારુસેટમાં સીએસપીઆઇટીમાં ૨૦૧૭ની બેચના મિકેનિકલ એન્જિનિયર પવન ઠાકર ફિલ્મ ડિરેક્ટર છે. પવન ઠાકર કહે છે કે, મેં બોમ્બેમાં ૨ વર્ષ સુભાષ ઘાઈની ઇન્સ્ટિટ્યૂટ વિકલિંગ વુડ ઇન્ટરનેશનલમાં ફિલ્મ ડિરેકશનનો કોર્સ કર્યો હતો. એ પછી મહારાષ્ટ્રના નાણાંમંત્રીની ડોક્યૂમેન્ટરી બનાવી હતી. અત્યારે આણંદ-બોમ્બેમાં મારું પ્રોડકશન હાઉસ પેનાબ્રો ફિલ્મ્સ ચલાવું છું, જે ટીવી કમર્શિયલ-ડિજિટલ એડ તૈયાર કરે છે. એક વર્ષ પછી ફીચર ફિલ્મ-વેબ સીરિઝનું આયોજન છે.