ભારતના ઓટોમોબાઈલ સેક્ટરના ટ્રેન્ડમાં કેટલાક મોટા ફેરફારો હાઇબ્રિડ વાહનોનું વધુ વેચાણ


નવી દિલ્હી,તા.૩

ભારતના ઓટોમોબાઈલ સેક્ટરના ટ્રેન્ડમાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળી રહ્યા છે. દેશમાં લોકો હાઇબ્રિડ કાર પર આધાર રાખે છે, જાેકે તેની કિંમત ઇવી કરતાં બમણી છે. હાઇબ્રિડ વાહનોએ એપ્રિલ-જૂન વચ્ચે ઇવી વેચાણને પાછળ રાખી દીધા છે.

દેશમાં એપ્રિલથી જૂન ૧૧ વચ્ચે દર મહિને ૭૫૦૦ના હિસાબે સરેરાશ ૧૫૦૦૦ ઇવીનું વેચાણ થયું હતું, જ્યારે હાઇબ્રિડનું વેચાણ ૫૯,૮૧૪ હતું. મહત્વની વાત એ છે કે પ્યોર ઈલેક્ટ્રિક કારની કિંમત સરેરાશ આઠ લાખ રૂપિયાથી શરૂ થાય છે જ્યારે હાઈબ્રિડ કારની કિંમત ૧૭ લાખ રૂપિયાથી શરૂ થાય છે. માત્ર ભારતમાં જ નહીં, અમેરિકા અને યુરોપમાં પણ હાઈબ્રિડ કાર ઈવી કરતાં વધુ વેચાઈ રહી છે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં યુ.એસ.માં ઇવી વેચાણ કરતાં હાઇબ્રિડ વેચાણ પાંચ ગણું ઝડપી વધ્યું હતું. અનેક ઓટો કંપનીઓ હાઇબ્રિડ પર ફોકસ કરી રહી છે.

ગયા વર્ષે ભારતમાં હાઈબ્રિડ કારના વેચાણમાં ૩૦%થી વધુનો વધારો થયો છે. આ કારણે જ મારુતિ સુઝુકી, ટોયોટા જેવી જાપાની ઓટોમેકર્સ ઈવીને બદલે હાઈબ્રિડ પર ભાર આપી રહી છે. હ્યુન્ડાઈ ૨૦૨૬ સુધીમાં ભારતમાં તેની પ્રથમ હાઈબ્રિડ કાર રજૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.

લોકો ઇવીને બદલે હાઇબ્રિડ કાર કેમ પસંદ કરી રહ્યા છે?-હાઈબ્રિડ કાર ઈંધણ કાર્યક્ષમતાને કારણે વધુ સારી માઈલેજ આપે છે. આ લાંબા માર્ગો પર સરેરાશ ૨૫-૩૦ કિમી પ્રતિ લિટર આપે છે.આ ઉપરાંત હાઇબ્રિડ કાર કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ છે. તેનાથી દેશને મોંઘા ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો કરવામાં મદદ મળે છે.

ઇલેક્ટ્રીક ટુ-વ્હિલર્સની માગ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે. દેશમાં ઇવી ટુ-વ્હિલર્સનું સ્તર ૧૨-૧૩ ટકા રહ્યું છે. ગુજરાતનું ઇવી માર્કેટ દેશના કુલ માર્કેટમાં લગભગ ૮-૯ ટકાનો હિસ્સો ધરાવે છે તેમ એથર એનર્જીના સીઈઓ તરુણ મહેતાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ ઉમેર્યું કે કંપનીએ મેટ્રો અને ટિયર ૧ શહેરોની સરખામણીએ ટિયર ૨ અને ૩ શહેરોમાં વધુ ઈ-સ્કૂટર વેચ્યા છે. ઇવી ટુ-વ્હિલર્સના ગ્રાહકો પણ ફેમિલી સ્કુટર્સ તરફ વળ્યા છે. ગુજરાતમાં ફેમિલી સ્કુટર્સના વેચાણનો હિસ્સો ૯૬ ટકા છે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા બજારોમાં, તે આંકડો ૯૬% અથવા વધુ હોઈ શકે છે.

આને ધ્યાનમાં લઇને એથરે રિઝ્‌ટા સાથે ફેમિલી સ્કૂટરની રજૂઆત કરી છે. ઇવી સ્કુટર્સમાં ટેકનોલોજી કેન્દ્રમાં રહેશે કંપની આરએન્ડડી પર મોટું રોકાણ કરી રહી છે. બજારમાં, ઇલેક્ટ્રિક વાહનોને વધુ અદ્યતન તકનીકો સાથે મોબિલિટી વિકલ્પો તરીકે વધુને વધુ જાેવામાં આવે છે, જે ગ્રાહકો નવા વાહનમાં અપગ્રેડ કરવા માટે ઇવીને પસંદ કરવા મજબૂર કરી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution