વોટ્‌સએપના કેટલાક નવા ફિચર્સથી થશે નવો જ અનુભવ

વૈશ્વિક કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સરવેમાં વોટ્‌સએપના વિશ્વના કુલ યુઝરમાં ભારત સૌથી વધારે યુઝર સાથે પહેલા નંબર છે. એટલું જ નહીં ટોપ ૧૦ દેશોમાં એકલા ભારતના યુઝરની સંખ્યા વિશ્વના અન્ય ૯ દેશો કરતા વધારે હોવાનું પણ એક અનુમાન છે. ત્યારે વોટ્‌સએપની રીસર્ચ ટીમ દ્વારા સતત નવા ફિચર સાથે યુઝરને તેમની સાથે જાેડવા માટે કાર્યકરી રહી છે. વોટ્‌સએપ દ્વારા તેના યુઝર માટે કેટલાક નવા ફિચર રોલઆઉટ કરાયા છે અથવા તો ટુંક સમયમાં રોલાાઉટ કરવાની તૈયારી કરાઇ રહી છે. જે ફિચર વોટ્‌સએપ યુઝર માટે એક નવો જ અનુભવ રહેશે.

વોટ્‌સએપ તેના યુઝર્સને ટૂંક સમયમાં એક નવો ચેટિંગ અનુભવ આપવાની તૈયારી કરી રહ્યું છે. મેટા દ્વારા તેની વિશ્વમાં અને ખાસ કરી ભારતમાં સૌથી વધુ લોકપ્રીમ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્‌સએપમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવા જઈ રહ્યું છે. તેની સાથે સાથે મેટા દ્વારા તેના યુઝર ઇન્ટરફેસમાં પણ ફેરફાર કરી તેને વધુ આકર્ષક બનાવવામાં આવનાર છે. તાજેતરમાં, વોટ્‌સએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરતાં યુઝર્સને ઘણાં નવા ફિચર જાેવા મળી રહ્યા છે. જેમાં મેટા એઆઇનો વોઈસ મોડ, ડાયરેક્ટ રિપ્લાય, ગીફી સ્ટિકર્સ વગેરેનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક ફિચર્સ વોટસ્‌એપ માટે પણ રોલઆઉડ કરવામાં આવનાર છે.

વોટ્‌સએપ દ્વારા આઇઓએસ યુઝર્સ માટે લેટેસ્ટ વર્ઝન ૨૪.૧૭.૭૮માં આ ફિચર ઉમેર્યુ છે. યુઝર્સ હવે, એપ્લિકેશનમાં ગીફી સ્ટિકર્સ શોધી શકશે. તેમજ તે સ્ટીકર્સ મિત્રો અને પરીજનોને મોકલી પણ શકશે. આ ઉપરાંત યુઝર્સ તેમની સગવડતા મુજબ તેમના ગીફી સ્ટિકર્સ પણ ગોઠવી શકશે. જે માટે યુઝર્સે સ્ટીકર ટ્રેમાં એક સ્ટીકર પેક પસંદ કરવાનું રહેશે અને તેને ઉપરની તરફ ખસેડવું પડશે.

જાેકે, યુઝર્સ કોઇ કારણસર લેટેસ્ટ ફિચર્સ જાેઇ શકતા નથી કે તેનો ઉપયોગ કરી શકતા નથી તો તેમણે પ્લે સ્ટોર અથવા તો ગુગલ એપ સ્ટોરમાંરથી એપ્લીકેશનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું રહેશે.

ડાયરેક્ટ રિપ્લાય અને રિએક્શન ફિચર

વોટ્‌સએપમાં હવે યુઝર્સને મીડિયા વ્યૂઅર સ્ક્રીન પરથી ડાયરેક્ટ રિપ્લાય અને રિએક્શન ફીચર આપવામાં આવનાર છે. વોટ્‌સએપનું આ ફિચર હાલમાં આઇઓએસ વર્ઝન ૨૪.૧૨.૧૦.૭૨માં જાેવા મળી રહ્યું છે. જાેકે, આ ફિચર હાલમાં માત્ર બીટા યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે.

વોઈસ મોડ ફિચર

આ સિવાય વોટ્‌સએપ દ્વારા મેટા એઆઇ માટે વૉઇસ મોડ ફીચર ઉમેર્યું છે. વોટ્‌સએપનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન ૨.૨૪.૧૮.૧૮માં જાેવા મળ્યું છે. આ ફિચરમાં યુઝર્સ મેટા એઆઇના ચેટ ઓપ્શનમાં વોઈસ કમાન્ડ સાથે વાતચીત કરી શકશે. જાેકે, હાલમાં આ સુવિધા હાલ માત્ર પસંદ કરેલા બીટા ટેસ્ટર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવી છે.

ફેસબુકની જેમ યુઝરનેમ ફિચર

વોટ્‌સએપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ યુઝરનેમ ફીચર પણ લાવવા જઈ રહ્યું છે. વોટ્‌સએપ છેલ્લા એક વર્ષથી આ ફીચર પર કામ કરી રહ્યું છે. હાલમાં જ વોટ્‌સએપનું આ ફિચર લેટેસ્ટ બીટા વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. વોટ્‌સએપનું આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેના લેટેસ્ટ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.

સ્ટેટસ પર ક્લીપ

આ નવા ફિચરમાં યુઝર હવે, પોતાના સ્ટેટસ પર ૩૦ સેકન્ડ સુધીની ઓડિયો ક્લિપ પણ મુકી શકશે. અત્યાર સુધી યુઝર સ્ટેટસમાં માત્ર ફોટો કે વીડિયો જ મુકી શકતા હતા. પરંતુ આ એક નવો વિકલ્પ આપવામાં આવશે. જેના થકી યુઝર પોતાના મનની વાત પોતાના અવાજમાં લોકો સુધી પહોંચાડી શકશે.

વિના નંબર સેવ બનાવેલ ચૅટ

વોટ્‌સએપ પર કોઇને પણ મેસેજ મોકલતા પહેલા તેનો નંબર સેવ કરવો પડતો હોય છે. જેના કારણે અમુક વખત બિનઉપયોગી નંબર પર ફોનબુકમાં સેવ કરવા પડે છે. જેનો ઉકેલ હવે, વોટ્‌સએપ લઇ આવ્યું છે. કોઇ પણ વ્યક્તિનો નંબર સેવ કર્યા વિના પણ હવે, મેસેજ કરી શકાશે. જે માટે યુઝરે અન્ય યુઝરનો કયુઆર કોડ સ્કેન કરવો પડશે અથવા તેને વોટ્‌સએપ લિંક મોકલવાની રહેશે. આ માટે યુઝર પોતાના નંબર પર પણ લિંક મોકલી ચેટ કરી શકશે.

પ્રોફાઇલ ફોટો હાઇડ કરો

હાલની પરિસ્થિતીમાં યુઝરના પ્રોફાઇલ ફોટો અન્ય તમામ યુઝર્સ જાેઇ શકે છે. પરંતુ વોટ્‌સએપનું આ નવુ ફિચર હવે, યુઝરને તેનો પ્રોફાઇલ ફોટો અન્ય યુઝરની હાઇડ કરવાનો પણ વિકલ્પ આપશે. જે એક્ટીક કરવા માટે સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જઇ જે વ્યક્તિની પ્રોફાઇલ ફોટો હાઇડ કરવા માગો છો તેનો કોન્ટેક્ટ પંસદ કરવાનો રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution