તા.૨૧મીના રવિવારે સવારે ૧૦ વાગ્યાથી આકાશમાં કંકણાકૃતિ ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત નઝારો જાવા મળશે. કાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રારંભ સવારે ૧૦ઃ૦૩ વાગ્યાથી થશે. ગ્રહણ મધ્યમાં બપોરે ૧૧ઃ૪૨ કલાકે આવશે તથા બપોરે ૧ઃ૩૩ કલાકે ગ્રહણ મોક્ષ થશે. ૧૧ઃ૪૨ કલાકે સૂર્યનો ૭૫ ટકા ભાગ ઢંકાઇ જશે. ત્યારબાદ ક્રમશઃ મૂળ સ્થિતી પ્રાપ્ત કરશે. દુનિયાભરનાં લોકોમાં અવકાશી ઘટના નિહાળવાની જબરી ઉત્કંઠા છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક ટ્રસ્ટીએ પાળવાનું રહે છે. આજે રાત્રે ૧૦ઃ૧૪ વાગ્યાથી રવિવારના બપોરે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સુતક રહેશે. ૨૦૨૦ બાદ ૨૧૩૯માં ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બનશે. રવિવારે સવારે વર્ષનું પહેલું અને છેલ્લુ સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જાવા મળશે. સવારે ૧૦ઃ૧૪ વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. તેનું સૂતક શનિવારે રાતે ૧૦ઃ૧૪ વાગ્યાથી શરૂ થશે. સૂતક સમયે પૂજા પાઠ કરવા જાઇએ નહી.
જયોતિષાચાર્ય પ્રમાણે ગ્રહણ સવારે ૧૦ઃ૧૪ વાગ્ગાથી બપોરે ૧ઃ૩૮ વાગ્યા સુધી રહેશે. ગ્રહણનું સૂતક ૧૨ કલાક પહેલા શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થયા સુધી રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂજા-પાઠ કરી શકાશે. આ પહેલા ૫ જૂને ચંદ્રગ્રહણ થયું હતું. ૨૧ જૂને સૂર્યગ્રહણ છે અને ૫ જુલાઇએ ફરીથી ચંદ્રગ્રહણ થશે. ૫ જૂન અને ૫ જુલાઇના ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ નથી. કેમ કે આ મંદગ્રહણ છે. આ ગ્રહણમાં ચંદ્રની આગળ માત્ર ધૂળ જેવો પડછાયો આવી જાય છે. આ પ્રકારે ૩૦ દિવસમાં ત્રણ ગ્રહણનો દુર્લભ યોગ હવે ૧૧૯ વર્ષ બાદ બનશે.
વર્ષ ૨૧૩૯માં ૧૧-૧૨ જુલાઇની રાતે ચંદ્રગ્રહણ, ૨૫-૨૬ જુલાઇએ સૂર્યગ્રહણ અને ત્યારબાદ ૯-૧૦ ઓગષ્ટે ચંદ્રગ્રહણ થશે. તે સમયે પણ આ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ રહેશે નહી. ૨૦૨૦ પહેલા શનિના મકર રાશિમાં વક્રી રહીને આવા ત્રણ ગ્રહણ ૧૯૬૨માં થયા હતાં. ૫૮ વર્ષ પહેલા ૧૭ જુલાઇએ ચંદ્રગ્રહણ અને ૧૫-૧૬ ઓગષ્ટે મÎય રાત્રીએ ચંદ્રગ્રહણ થયું હતું. તે વર્ષમાં પણ ચંદ્રગ્રહણની ધાર્મિક માન્યતા હતી નહી. ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે યુÎધ થયું હતું. થોડા દિવસો બાદ ૧ સપ્ટેમ્બર ૧૯૬૨એ ઇરાનમાં ભારે ભૂકંપ આવી ગયો હતો. ૨૦૨૦માં પણ આવુ જ ગ્રહણ થઇ રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગમાં સતત ભૂકંપના ઝટકા આવી રહ્યા છે અને હજુ પણ તેનો ખતરો સંભવ છે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપનાં થોડા ક્ષેત્રમાં જાવા મળશે. દરેક જગ્યાએ ગ્રહણનો સમય અલગ-અલગ રહેશે.