સોશિયલ મીડિયા અને બાળકો

આજકાલ સમાચારોમાં આવતા સોશિયલ મીડિયાના ભયાનક સ્વરૂપને જાેયા પછી પણ બાળકોને સોશિયલ મીડિયા વાપરવા દેવા સિવાય માતાપિતા પાસે કોઇ વિકલ્પ જ નથી ત્યારે બાળકોને તેનો સાચો ઉપયોગ શીખવવો ખુબ જ જરૂરી છે. સોશિયલ મીડિયાથી સફળ થયેલા લોકો જેવા કે મૈથિલી ઠાકુર અને તેના ભાઈઓ અને બીજા લોકોનું લિસ્ટ પણ આપણી પાસે નાનું તો નથી જ કે આપણે તેનો સંપૂર્ણ ઉપયોગ ન કરવા પર ભાર મૂકી શકીએ. હા, સોશિયલ મીડિયા વાપરવાની ઉંમર નક્કી કરવી અને એ ઉંમર સુધીમાં સોશિયલ મીડિયા કેવી રીતે વાપરવું જાેઈએ તેની સમજણ આપવી તે કામ માતાપિતા જરૂર કરી શકે.

(૧)સોશિયલ મિડિયામાં રહેલી માહિતીની ઓળખ

ફેક ન્યૂઝ અથવા બદલેલી માહિતી એ સોશિયલ મિડિયાનો એક મોટો પડકાર છે, ખાસ કરીને બાળકો માટે. તેમને સાચી અને ખોટી માહિતી વચ્ચે ભેદ શીખવવો એ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા તો બાળકોને સાચા અને ખોટા વચ્ચેનું અંતર ન સમજાય ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખીએ એ વધુ હિતાવહ છે. સોશિયલ મીડિયાના સારા અને સાચા ઉપયોગથી થતાં ફાયદા અને ખોટા ઉપયોગથી થતાં નુકશાન વિશે બાળકોને આપણે જણાવવું જાેઈએ. સોશિયલ મિડિયાનો જાે સાચો ઉપયોગ કરીએ તો ખુબ સારા લોકોને મળી શકાય અને સારા વિચારોની આપ-લે થી સમાજ અને આપણા જીવનમાં ફેરફાર લાવી શકાય અને જાે બીજાની ઝાકઝમાળ સોશિયલ મીડિયાની જિંદગી જાેઈ અને અંજાઈ જઈએ તો આપણું જ નુકશાનકારક કરીએ છીએ. બાળકોને એ સમજાવવું ખુબ જરૂરી છે કે સોશિયલ મિડિયામાં લોકો જેટલું બતાવાતાં હોય છે એ માત્ર પોતાની જિંદગીની સારી ઘટનાઓ જ હોય છે. ખરેખર દરેક માણસનું જીવન એવું હોય એવું જરૂરી નથી એટલે કોઇની સોશિયલ મિડિયામાં આવતી માહિતીઓથી અંજાઈ નહીં જવાનું.

બાળકોને એવી વેબસાઇટ્‌સ અને એપ્સનો ઉપયોગ શીખવો જે તથ્ય ચકાસવામાં મદદ કરે છે, જેમ કે જીર્હॅીજ, હ્લટ્ઠષ્ઠંઝ્રરીષ્ઠા.ર્ખ્તિ, અને બુમલાઇવ.

(૨) વિડિયો પ્લેટફોર્મ્સ પરથી મળતી માહિતીઓ

યુટ્યુબ કે કોઈપણ વિડિયો રીલીઝિંગ સોશિયલ મિડિયામાં આવતી માહિતીઓને હંમેશા તર્કસંગત રીતે વાસ્તવિક દુનિયા સાથે સરખાવતાં બાળકોને શીખવવું જાેઈએ. એટલે કે ઘણા વિડીયો એકદમ ફેક માત્ર છૈં અને અલગ અલગ કમ્પ્યુટર સોફ્ટવેરથી બનાવેલા હોય પરંતુ તો એને વિશે બાળકોને સાવધ કરવા જાેઈએ.

યૂટ્યૂબ દ્વારા અલગ અલગ કલા, રસોઈ, રીપેરીંગ કે ભણવાના વિષયો શીખવા એ ખુબ જ સારી બાબત છે. પરંતુ, યુટ્યુબ જેવા માધ્યમોમાં આવતી શૈક્ષણિક માહિતીઓ પણ સંપૂર્ણ સાચી હોય તેવું જરૂરી નથી એટલે બાળકો સંપૂર્ણ યુટ્યુબ વીડિયોના આધારે જાે અભ્યાસ કરતા હોય તો તે વીડિયોમાં આવેલી માહિતી કોઇ પુસ્તક અથવા ુૈૌॅીઙ્ઘૈટ્ઠ જેવી વેબસાઇટમાં ચકાસવી જાેઈએ. બાળકોને શીખવો કે તેઓ જે માહિતી ડિજિટલ માધ્યમથી મેળવે છે તે વાસ્તવિક દુનિયાની ઘટનાઓ અને સંજાેગોથી કેવી રીતે જાેડાય છે.

(૩) ડિજિટલ પ્લેટફોર્મ પર જરૂરી સાવધાની

આ સાથે બાળકોને એ શીખવવું પણ જરૂરી છે કે તેઓ પોતે કોઇ પણ પોસ્ટ, ફોટો, વિડિયો કે કોઇ પણ માહિતી પોતાની બનાવેલી હોય તેવી જ શેર કરે અને જાે બીજા કોઈકની શેર કરે તો સ્ત્રોતનો સંદર્ભ દર્શાવવો ખુબ જરૂરી છે. પોતાની કોઇ પણ પર્સનલ માહિતી અથવા ફોટા કે વિડિયો મૂકો તો તેમા આપેલ ॅિૈદૃટ્ઠષ્ઠઅ જીંંૈહખ્તજમાં માહિતી વ્યક્તિગત કે સાર્વજનિક અને કોની સાથે શેર કરવા માંગો છો, મિત્રો કે પરિવાર સાથે કે બધા સાથે એ સેટિંગ કરો. આવું કરવાથી તમારા ફોટા કે વીડિયોનો કોઇ ખોટો ઉપયોગ નહી કરી શકે. બાળકો સાથે સોશિયલ મિડિયાના કારણે થતાં બ્લેકમેલિંગ, ખોટા પ્રોફાઇલ બનાવી ફસાવાતા લોકો અને ઘટનાઓની વાતો કરો કે જેથી બાળકો સાવધાનીથી સોશિયલ મીડિયા વાપરે.

બાળકોને સોશિયલ મિડિયામાં મર્યાદાપૂર્વક ભાષા વાપરવી જાેઈએ અને ખોટા કે ભડકીલા સંદેશા સત્ય જાણ્યા વિના ફોરવર્ડ ન કરવા જાેઈએ તેવું પણ શીખવવું જાેઈએ. સોશિયલ મિડિયામાં સકારાત્મક ભાષાનો ઉપયોગ કરતા શીખવવું જાેઈએ.

આ સાથે જ ઘરમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ વિશે ખૂલીને વાત થવી જાેઈએ. બાળકોને કોઇ લિન્ક કે પોસ્ટ શંકાશીલ લાગે તો માતાપિતા સાથે ચર્ચા કરી અને તેના વિશે જાણવું જાેઈએ. કોઈપણ રીતે જાે સોશિયલ મીડિયા કે બીજા કોઇ પણ ડિજિટલ પ્લેટફોર્મ માં કોઇ બ્લેકમેલ અથવા હેરાન કરતું હોય તો ખૂલીને માતાપિતા સાથે ચર્ચા કરી અને તેનો રસ્તો નીકળવો જાેઈએ. જાે આવી બાબતો બાળકો માતાપિતાથી છુપાવશે તો પછી તેના ખરાબ પરિણામો આવી શકે છે આ વિશે પણ બાળકોને જાણકારી હોવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution