દિલ્હી-
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા રાજકીય ખેચંતાણ વધી ગઈ છે. પાર્ટીની અંદર બળવો કરનાર સચિન પાયલોટ સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય વચ્ચેની બેઠક સકારાત્મક રહી છે, એવા સંકેતો છે કે કોંગ્રેસ સચિન પાયલોટને મનાવવામાં સફળ થયુ છે.
સચિન પાયલોટ જૂથે સત્રમાં જોડાવાના સંકેત પૂર્વે 14 ઓગસ્ટથી રાજસ્થાનમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું.પ્રિયંકા અને રાહુલ ગાંધીને મળ્યા બાદ અપેક્ષા કરવામાં આવે છે કે સચિન પાયલોટ તેમની નારાજગી ભૂલીને પાર્ટીમાં પાછા ફરશે. સચિન પાયલોટે બળવો કર્યો તે પહેલાં પણ તેમણે પ્રિયંકા ગાંધી વાડરા સાથે ફોન પર ઘણી વાર વાત કરી હતી અને આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સોમવારે આ વાત સામે આવી હતી કે રાજસ્થાનમાં ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવાખોર ધારાસભ્યો પર પગલાં લેવાની માંગ કરી છે, જેના પર પ્રભારી અવિનાશ પાંડે સંમત થયા હતા.
સચિન પાયલોટ સાથે લગભગ 22 ધારાસભ્યો હતા, જેમણે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે મોરચો ખોલ્યો હતો. રાજ્ય સરકારે તેમના પર સરકાર ગબડવાનો આરોપ લગાવ્યો અને રાજદ્રોહનો કેસ દાખલ કર્યો. જેના કારણે સચિન પાયલોટ ખૂબ નારાજ હતા, તેમના બળવો થયા પછી જ કોંગ્રેસે સચિન પાસેથી નાયબ મુખ્યમંત્રી-રાજ્ય પ્રમુખ પદ છીનવી લીધું હતું.